અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે સતત પાંચમાં દિવસે સવારે જોરદાર પવન સાથે વરસાદ થયો હતો. વરસાદી માહોલ અકબંધ રહેતા લોકોને હવે ગરમીથી રાહત મળી રહી છે. સવારમાં વાદળ છવાયા બાદ પવન સાથે વરસાદ થયો હતો. સવારમાં વરસાદના કારણે કામ પર જતા લોકો અને ઓફિસ જતા લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા હતા. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઇ જવાના કારણે ગંદકી ફેલાઇ હોવાના હેવાલ મળ્યા છે. કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હોવાના હેવાલ પણ મળ્યા છે. વરસાદી માહોલ હાલમાં જારી રહે તેવી આગામી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સવારમાં જોરદાર વરસાદ થયો હતો. ગઇકાલે દિવસે વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. વરસાદી ઝાપટાના કારણે શહેરનું વાતાવરણ ઠંડકમય બની ગયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણની સંતાકૂકડી વચ્ચે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. વરસાદ વરસાવી જાણે ચોમાસાનો વરસાદી માહોલ સર્જયો હતો. છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલને લઇ નગરજનો ચોમાસાની અસર પામી ખુશ જાવા મળ્યા હતા. બીજીબાજુ, છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલના કારણે અમ્યુકો તંત્ર દ્વારા રોડ-રસ્તા અને ફુટપાથ, ત્રિકોણીયા કોર્નર બનાવવા સહિતના કામો બાકી હોઇ તે પૂર્ણ કરવામાં તંત્ર માટે ભારે મુશ્કેલીની Âસ્થતિ બની છે.
શહેરભરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાઓને લઇ નીચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદ શહેરમાં વરસાદી ઝાટપાનો દોર હજુ જારી રહેશે તેવી આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. સાથે સાથે મહત્તમ તાપમાન ૩૫ સુધી રહી શકે છે. અમદાવાદમાં પણ છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. છેલ્લા ચાર દિવસથી મેઘરાજા જાણે અમદાવાદમાં મહેરબાન થયા હોય તેમ તેમની મહેર વરસાવી રહ્યા છે.
આજે પણ અમદાવાદ શહેરમાં સમગ્ર દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દેવ સંતાકૂકડી રમતા જોવા મળ્યા હતા. થોડીવાર વાદળો અને થોડીવારમાં તડકાનું વાતાવરણ નગરજનોને જાણે આશ્ચર્ય પમાડતુ હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણ દેવની સંતાકૂકડી વચ્ચે શહેરમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા. શહેરના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, નવરંગપુરા, ગુરૂકુળ, મેમનગર, નારણપુરા, સોલા રોડ, વેજલપુર, જીવરાજ પાર્ક, સેટેલાઇટ, શિવરંજની ચાર રસ્તા, પાલડી, મણિનગર, એલિસબ્રીજ, રાણીપ, નિર્ણયનગર, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. શહેરના પૂર્વ અને નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.