દેશમાં મોનસુન સક્રિય : અનેક રાજ્યમાં જોરદાર વરસાદ થશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  દક્ષિણ પશ્ચિમ મોનસુન સમગ્ર દેશમાં પહોંચી ગયુ છે. કેટલાક વિસ્તાર જ હવે બાકી રહ્યા છે. હવામાન વિભાગે કહ્યુ છે કે દેશભરમાં મોનસુન સક્રિય થઇ ગયુ છે. ૧૨મી જુલાઇ સુધી રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આને લઇને તંત્ર સંપૂર્ણ સાવધાન છે. ઉત્તરાખંડમાં ૧૧મી જુલાઇના દિવસથી ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે.  આ વખતે સામાન્ય કરતા જલ્દીથી મોનસુન સક્રિય થયુ છે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં મોનસુનની એન્ટ્રી થઇ હતી.  ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જે મોનસુનના આગમન કરતા પહેલા રહેતા મદદગાર છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હવામાન સાથે સંબંધિત એક ઘટના તરીકે છે. જેના કારણે દેશના ઉત્તરી હિસ્માં ભારે વરસાદ થયો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગો ભારે વરસાદ થઇ રહ્યો છે. આગામી બે દિવસમાં આ ક્ષેત્રોમાં પણ  ભારે વરસાદ પડશે.

જુન મહિનામાં ઓછો વરસાદ રહ્યા બાદ જુલાઇ અને ઓગષ્ટમાં સામાન્ય અને સારો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  મોનસુનને લઇને તમામ લોકો ખુશ છે. સરકાર પણ સારા વરસાદની અપેક્ષા રાખે છે. દેશના અર્થતંત્ર માટે પણ મોનસુન ઉપયોગી સાબિત થાય છે.

Share This Article