નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા પાકિસ્તાન રેલવે ક્ષેત્રને એક અબજ ડોલર સુધીનું રોકાણ મળવા જઈ રહ્યું છે. આ રોકાણ ભારતની નજીક ગણાતા દેશો રશિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા કરવામાં આવશે. રશિયા અને યુએઈએ પાકિસ્તાનના રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવામાં રસ દર્શાવતા આ રોકાણનો ર્નિણય લીધો છે. આ માટે પાકિસ્તાન આ બંને દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. પાકિસ્તાનનું રેલવે ક્ષેત્ર જે એક સમયે પેસેન્જર અને માલવાહક પરિવહન માટે પસંદગીનું સ્થાન હતું, તે ટેન્કર માફિયાઓના કબજાને કારણે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સરકાર હવે અપગ્રેડ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે, જેમાં રશિયા અને યુએઈ બંનેએ આ ક્ષેત્રમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. બંને દેશોએ રોકાણની યોજનાઓ વિકસાવી છે. તો ચીન પણ રેલવે ક્ષેત્રે રોકાણ કરવા સક્રિય છે. રશિયાએ બલુચિસ્તાન પ્રાંતમાં ક્વેટા-તફ્તાન રેલ્વે લાઇનને અપગ્રેડ કરવા માટે ૫૫૦ મિલિયનથી ૬૬૦ મિલિયન ડોલરનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સંઘીય મંત્રી અને રેલવે સચિવની રશિયાની મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હવે બંને પક્ષો આ સંબંધમાં ય્૨ય્ ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કરવા માટે કામ કરી રહ્યા છે. પાકિસ્તાન સરકાર ગયા વર્ષે પ્રથમ વખત રશિયા પાસેથી તેલની આયાત કરવામાં સફળ રહી હતી, જેને રશિયા સાથે આર્થિક સંબંધો વધારવાના વ્યૂહાત્મક પગલા તરીકે જાેવામાં આવી હતી. રશિયાની સરકારે પણ પીટીઆઈ સરકાર દરમિયાન પાકિસ્તાન સ્ટીલ મિલ્સના મુશ્કેલીમાં મુકાયેલા એકમમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. તો ેંછઈ પાકિસ્તાનમાં ફ્રેટ કોરિડોરના નિર્માણ માટે ૩૫૦-૪૦૦ મિલિયન ડોલરના રોકાણ પર પણ વિચાર કરી રહ્યું છે.UAE પહેલાથી જ પાકિસ્તાનમાં રોકાણ કરી રહ્યું હતું, બંને દેશોએ કરાચીમાં પોર્ટ ટર્મિનલમાં રોકાણ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે દુબઈ રેલવે સેક્ટરમાં ૪૦૦ મિલિયન ડોલર સુધીનું રોકાણ કરી શકે છે. આ રોકાણ દ્વારા પાકિસ્તાન સરકારે રેલવે ટ્રેક ક્રોસિંગ ચાર્જની સાથે ટ્રેક ચાર્જને તર્કસંગત બનાવવાની યોજના તૈયાર કરી છે. વધુમાં રેલવે બ્રિજનો ઉપયોગ કરતા કેબલ ટીવી ઓપરેટરો માટે પાંચ વર્ષ માટે રૂ.૨,૫૦૦ થી રૂ. ૨૫,૦૦૦ સુધીના વન-ટાઇમ દરો નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. લાંબા ગાળાની યોજના હેઠળ સરકારનો ઉદ્દેશ્ય પાવર પ્લાન્ટ્સ સુધી કોલસાના પરિવહન માટે થાર રેલવે કનેક્ટિવિટી પ્રોજેક્ટને અમલમાં મૂકવાનો છે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more