હૈદરાબાદ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે તેલંગાણામાં આકરા પ્રહારો કરીને હરીફ પક્ષો ઉપર ભીંસ વધારી હતી. તેલંગાણામાં વિધાનસભાની ચુંટણીના આડે ગણતરીના દિવસો છે ત્યારે રાહુલ ગાંધી પણ ઝંઝાવતી પ્રચારમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. રાહુલ આજે તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ કે.ચંદ્રશેખર રાવ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે કેસીઆરએ ભ્રષ્ટાચાર એટલી હટ સુધી વધાર્યા છે કે તેઓ હવે ખાઓ કમિશન રાવ બની ગયા છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે મોદીએ તેલંગાણાની સરકારને રિમોટ કંટ્રોલની મદદથી ચલાવી છે. તેલંગાણા ચુંટણીના ભાગરૂપે એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે રાવે ભ્રષ્ટાચારની ચરમસીમા પાર કરી દીધા છે. રાવનું નામ હવે ખાઓ કમિશન રાવ થઈ ગયું છે. વાસ્તવિકતા એ છે કે કેસીઆર પોતાના ભ્રષ્ટાચારના કારણે તેમની સામે ઉભા રહેવાની સ્થિતિમાં નથી.
અત્રે નોંધનિય છે કે ચુંટણીમાં ટીઆરએસ અને કોંગ્રેસ એકબીજાના ઉપર પ્રહારો કરી રહ્યા છે. રાહુલે વારંવાર કેસીઆર પર વંશવાદને આગળ વધારવાનો, ભ્રષ્ટાચારમાં સામેલ રહેવાનો, મોદીના ઈશારે કામ કરવાનો આક્ષેપ કર્યો છે. તેલંગાણામાં વિધાનસભાની ચુંટણીને લઈને આ વખતે ભાજપે પણ પુરતી તાકત લગાવી દીધી છે. કેસીઆર ઉપર કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ટીઆરએસ અને કોંગ્રેસ તેમજ ભાજપ વચ્ચે તેલંગાણા વિધાનસભાની ચુંટણીમાં મુખ્ય સ્પર્ધા દેખાઈ રહી છે. ચુંટણી આડે હવે ગણતરીના દિવસો છે.