હૈદરાબાદ : તેલંગાણામાં જંગ જીતવા માટે દિવસ રાત એક કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને એઆઈએમઆઈએમ પ્રમુખ અસાસુદ્દીન ઓવેસી વચ્ચે શાબ્દિક જંગ જારી છે. બંને એકબીજા ઉપર ભાજપ અને હિન્દુત્વના માટે કામ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધીએ ટ્વટી કરીને કહ્યું હતું કે ઓવેસીની પાર્ટી ભાજપની સી ટીમ છે. આ જવાબમાં ઓવેસીએ કહ્યું હતું કે કોંગ્રેસ હિન્દુત્વની બી ટીમ છે. તેમણે એમ પણ કહ્યું છે કે રાહુલ ગાંધી બીજાઓને નબળા સમજે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટીઆરએસ ભાજપની બી ટીમ છે. કેસીઆર મોદીના રબર સ્ટેમ્પ તરીકે કામ કરી રહ્યા છે. ઓવેસીની પાર્ટી ભાજપની સી ટીમ બની ગઈ છે. જેની ભુમિકા ભાજપ અને કેસીઆર વિરોધી મતોને વિભાજિત કરવાની રહી છે.
તેલંગાણાના મહાન લોકો મોદી, કેસીઆર અને ઓવેસી એક જ છે. આ લોકો જેમ તેમ વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાહુલના ટ્વીટ ઉપર ઓવેસીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જનોઈધારી હંમેશા એવું જ વિચારી છે કે તેઓ નંબર વન છે. બાકી બચેલા લોકો જે સુવર્ણ નથી અપવિત્ર છે. જનોઈધારી પાસે આ બાબતનો જવાબ નથી કે ૧૯૯૮થી ૨૦૧૨ વચ્ચે શું સ્થિતિ હતી. કોંગ્રેસ હિન્દુત્વની બી ટીમ બની ગઈ છે. અમે તેમની સામંતી વફાદારીને સ્વીકારવા માટે તૈયાર નથી. આ લોકો અમારી સ્વતંત્ર રાજકીય ઓળખને છુપાવી રહ્યા છે.
ચુંટણી સભાને સંબોધતા ઓવેસીએ કહ્યું હતું કે જનોઈધારી હિન્દુ રાહુલ ગાંધી પોતાને સૌથી સર્વોચ્ચ સમજી રહ્યા છે. ચંદ્રાબાબુ નાયડુના કારણે અનેક યુવાનોની લાઈફ બરબાદ થઈ ગઈ છે. જનોઈધારી હિન્દુની એન્ટ્રી હવે થઈ છે. આ જનોઈધારી હિન્દુ કહે છે કે વિરોધીઓની ટુકડીઓ કરતા કોંગ્રેસ પાર્ટી શ્રેષ્ઠ છે. ઓવેસીએ કહ્યું હતું કે અમારી પીડાને રાહુલ ગાંધી ક્યારેય પણ સમજી શકે તેમ નથી. મહેલ રહેનાર વ્યક્તિએ ક્યારેય પણ લાઠીચાર્જનો સામનો કર્યો નથી. ઓવેસીએ પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી પોકીટમારોની ટીમ બની ગઈ છે. રાહુલ ગાંધી ટુરીસ્ટ બનીને અહીં આવે છે અને સભાઓમાં આડેધડ આક્ષેપો કરે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બસમાં બેસાડીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવામાં આવ્યા હતા. લોકને ૧૦૦ રૂપિયા અને ભેટ આપવામાં આવી હતી. ઓવેસીએ કહ્યું હતું કે તેલુગુદેશમ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને પોકેટમારોની ટીમ બની ગઈ છે. અમે આ પ્રકારની રાજનીતિમાં વિશ્વાસ રાખતા નથી. ચુંટણી પ્રચાર પુર્ણ થવા આડે બે દિવસનો ગાળો રહ્યો છે. ૧૧૯ સંસદીય વિધાનસભા સીટો માટે સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થશે અને ૧૧મી ડિસેમ્બરે મતગણતરી થશે.