ક્રાઈમ અને સસ્પેન્સ, થ્રિલરથી ભરેલ ગુજરાતી મૂવી હવે આવી ગયું છે આપના નજીકના સીનેમાઘરોમાં..

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

સિનેપોલીસ અમદાવાદ ખાતે રઘુ સીએનજી ગુજરાતી મૂવી નું પ્રીમિયર ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી ઈન્ડસ્ટ્રીના કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓ હાજર રહ્યાં હતાં. જેમાં લવની ભવાઈના દિગ્દર્શક અને નિર્માતા સંદીપ પટેલ અને આરતી બેન પટેલની સાથે ઓજસ રાવલ, અરવિંદ વેગડે, દેવર્ષિ શાહ, માઈકલ , સીમરન નાટેકર, હાર્દિક રાઠોડ, તુષાર દવે, રોનક કામદાર, તુષાર સાધુ, કિંજલ રાજપ્રિયા, રાહુલ રાવલ, ઇત્ન આકાશ, અર્ચન ત્રિવેદી, જેવા અનેક કલાકારો, મીડિયા મિત્રો, અને ગુજરાતી મૂવી ના ચાહકો ત્યાં હાજર રહીને રઘુ સીએનજી  મુવી અને તેની ટિમને વધાવી લીધી હતી..

આ પ્રસંગ પર હાજર રહેવા અને ગુજરાતી થઈને ગુજરાતી મૂવીને અને નવી ઉભરતી ટિમ ને વધાવી લેવા રઘુ CNG ટિમ આપનો હૃદયથી આભાર માને છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના લોકપ્રિય અભિનેતા, દિગ્દર્શક અને મીડિયાના લોકો આ ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે.

Share This Article