ચૈત્ર મહિનાની સુદની નોમને જ રામનવમી કહેવામાં આવે છે. આ દિવસે કૌશલ્યાએ ભગવાન રામને જન્મ આપ્યો હતો. ભારતીય જીવનમાં દિવસને પુણ્યનો તહેવાર માનવામાં આવે છે. આ વ્રતની ચારે જ્યંતિઓમાં ગણના છે. ભગવાન રામચંદ્રનો જન્મ થયો તે સમયે ચૈત્ર સુદ નવમી, ગુરૂવાર, પુષ્ય, મધ્યાહ્ન અને કર્ક લગ્ન હતો. ઉત્સવના દિવસે દરેક વખતે આ બધું તો આવી નથી શકતું પરંતુ જન્મર્ક્ષ ઘણી વખત આવી જાય છે તેથી જો તે હોય તો તેને અવશ્ય લેવો જોઈએ. મહાકવિ તુલસીદાસજીએ પણ આ દિવસથી જ રામચરિત માનસની રચના શરૂ કરી હતી. તો ચાલો આજે આપણે પ્રભુ રામની ભક્તિ કરી રામનવમી ઉજવીએ.
કોને કહેવાય અઘોરી? જાણો અઘોર પંથનો રહસ્યમયી ઇતિહાસ
નવી દિલ્હી : આજકાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે. કુંભમેળામાં દેશભરમાંથી આવેલ સાધુ-સંતો ભાગ લેશે....
Read more