અમદાવાદ : રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીનાપોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂતકલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર-૨૦૧૮ સુધીમાંરાજ્યભરમાં ૫૭૭૫૩ ખેડૂતો પાસેથી ૫૫૭.૯૭ કરોડની કિંમતની ૧૧૫૧૯૪૮ ક્વિન્ટલ મગફળીનીટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબજિલ્લા મેનેજરના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે.
મગફળીના ખરીદકેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિતજિલ્લા કલેકટર દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળીખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણકરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસીસેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા. આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૧૩/૧૨/૨૦૧૮ સુધીમાં રાજ્યસરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૫૭૭૫૩ ખેડૂતો પાસેથી કુલ ૫૭૫.૯૭ કરોડની ૧૧૫૧૯૪૮ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે.
રાજ્યભરના ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાંબારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટેપૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને ૧૪/૧૨/૨૦૧૮થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતોપાસેથી મગફળીની ખરીદી કરાઈ છે. ખેડૂતોને વધુને વધુ રાહત આપવાના ઇરાદાથી ખરીદીકરવામાં આવી રહી છે. મગફળીની ખરીદીને લઇ ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે. ખેડૂતોજુદા જુદા કેન્દ્રો ઉપર પહોંચી રહ્યા છે. ખેડૂતોની સુવિધા માટે ૧૨૨ એપીએમસી સેન્ટરબનાવવામાં આવી ચુક્યા છે. ખેડૂતો જે તે વિસ્તારમાં એપીએમસી ખાતે પહોંચ્યા છે તેમનામાટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. ૧૫મી નવેમ્બરથી ખરીદીની શરૂઆત થઇ હતી. હવે આખરીદી ૧૩મી ડિસેમ્બરથી ક્રમાનુસાર વધુ સંખ્યામાં કરવામાં આવનાર છે. વધુને વધુખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more