ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીર ખાતે આગામી 19મી માર્ચથી પૂજ્ય મોરારીબાપૂની વ્યાસપીઠે ‘રામકથા’ યોજાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લગભગ 10 હજાર શ્રૈતાઓ એક સાથ બેસીને પરમ પુણ્યફળદાયક ‘રામકથા’ સાંભળી શકે તેટલો વિશાળ મંડપ તૈયાર કરાશે, નજીકમાં પ્રસાદ મંડપમાં ભોજન પણ વ્યવસ્થા કરાશે

રાપર : વાગડ પંથકમાં એક જ વર્ષમાં બીજી વાર પૂજ્ય શ્રી મોરારીબાપૂની ‘રામકથા’નું આયોજન થઇ રહ્યુ છે અને તેની માટેની તડામારી તૈયારીઓ પુરજોશમાં શરૂ થઇ ગઇ છે. વિશ્વના મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ પૈકીના એક ગુજરાતના ધોળાવીર ખાતે આગામી 19મી માર્ચથી પૂજ્ય મોરારીબાપૂની વ્યાસપીઠે ‘રામકથા’નું આયોજન કરવામાં આવી રહ્યુ છે.

રણ, ડુંગળો, સુંદર દરિયા કિનારા સહિત કુદરતી સાનિધ્યથી સમુદ્ધ કચ્છ જિલ્લાના છેવાડાના ખડીર પંથકમાં મીઠાના રણ અને ડુંગળોની વચ્ચે 19 માર્ચ, શનિવારે સાંજે 4 વાગે ‘રામકથા’નુ શુભારંભ થશે અને ત્યારબાદ 20 માર્ચથી 27 માર્ચ સુધી સવારના 9.30થી બપોરે 1.30 વાગ્યા સુધી ‘રામકથા’નો મહિમાં ગવાશે.

વાગડ પથંકમાં એક વર્ષમાં બીજી વાર પરમ પુણ્યફળદાયક ‘રામકથા’નું આયોજન થઇ રહ્યુ છે. ગત ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જ રાપર તાલુકાના ઐતિહાસિક વ્રજવાણી સતી મંદિરના પરિસરમાં ‘રામકથા’નું આયોજન કરવામાં આવ્યુ હતુ. હવે એક મહિના બાદ વાગડ પંથકમાં ફરીવાર ‘રામકથા’ યોજાઇ રહી છે.

‘રામકથા’ સાંભળવા માટે મોટી સંખ્યામાં દૂર દૂરથી લોકો આવવાની અપેક્ષા છે. જેની માટે ધોળાવીરાની ઐતિહાસિક હડપ્પ્ન સાઇટથી માત્ર 8 કિલોમીટરના અંતરે ભાંજડાદાદાના મંદિર સ્થિત રણ અને ડુંગરની ગોદમાં આવેલા સનસેટ પોઇન્ટ ખાતે વિશાળ શામિયાણો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ વિશાળ મંડપમાં લગભગ 10 હજાર શ્રોતાઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કથા મંડપની બાજુમાં જ પ્રભુ પ્રસાદ માટેનો મંડપ બાંધવામાં આવ્યી રહ્યો છે જ્યાં હજારો લોકો એક સાથે પ્રસાદ ગ્રહણ કરશે.

આ સમગ્ર આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે ધોળાવીરા ‘રામકથા’ સમિતિના સભ્યો તેમનો અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે. ફેબ્રુઆરીમાં વ્રજવાણી ખાતે યોજાયેલી અને ધોળાવીરા ખાતે યોજાનાર આ ‘રામકથા’ના પણ મુખ્ય યજમાન પ્રવિણભાઇ કાનજીભાવ તન્નાએ જણાવ્યુ કે, કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર ‘રામકથા’નું આયોજન કરવામાં આવશે.

Share This Article