પૂજ્ય મોરારી બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામકથાનો શુભારંભ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

પૂજ્ય મોરારી બાપૂએ રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ ઉપર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામકથાનો પ્રારંભ કર્યો

વિશ્વના દરેક ઘરમાં અને દરેક ખૂણે રામ કથાની સ્થાપના કરનાર મોરારી બાપુએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આમંત્રણ પર રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં પ્રથમ રામ કથા શરૂ કરી છે. આજથી શરૂ થયેલો આ પવિત્ર કાર્યક્રમ 3 માર્ચ સુધી નવ દિવસ સુધી ભવ્ય રામ મંદિરની નજીક આવેલા યાત્રાધામ પુરમ વિદ્યાકુંડ ખાતે ચાલશે.  રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના જનરલ સેક્રેટરી ચંપત રાયે ઓક્ટોબર 2023માં પૂજ્ય મોરારી બાપૂની મુલાકાત લઇને તેમને રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં રામકથા યોજવા માટે વ્યક્તિગત આમંત્રણ પાઠવ્યું હતું.

Mb Image 6

આ કથાનું શિર્ષક ‘માનસ રામ મંદિર છે. આ પૂજ્ય બાપૂની 932મી કથા છે તથા અયોધ્યામાં તેમની સાતમી કથા છે. રામકથા માટે મોરારી બાપૂએ રામચરિત માનસમાંથી નીચેની બે ચોપાઈઓને  કેન્દ્રિય પંક્તિઓ તરીકે પસંદ કરી છે.

આ પ્રસંગે બાપૂએ કહ્યું હતું કે, અયોધ્યામાં તેમની સાતમી રામકથાનું આયોજન ખૂબજ શુભ બાબત છે કારણકે હિંદુધર્મમાં પ્રુભુ રામનો સાતમો અવતાર છે, રામાયણના સાત મંત્રો છે, હિંદુ વિચારધારા મૂજબ સાત લોક (વિશ્વ) છે, રામચરિત માનસના પ્રારંભમાં સાત મંત્રો અને સમાપ્તિમાં સાત પ્રશ્નો છે.

જ્યારે પૂજ્ય બાપૂ અયોધ્યામાં રામમંદિર પહોંચ્યા ત્યારે બાપૂએ ચંપતરાયજીને કહ્યું કે એવું લાગતું નથી કે મંદિર જમીન ઉપર ઊભું થયું છે, પરંતુ તે આકાશમાંથી નીચે આવ્યું હોય, તેમ લાગે છે.

बंदउँ बालरूप सोइ रामू । सब सिधि सुलभ जपत जिसु नामू ॥

baṁdau̐ bālarūpa soi rāmū | saba sidhi sulabha japata jisu nāmū ||

बालकाण्ड – दोहा ११२

Balkand – Doha 112

इष्टदेव मम बालक रामा । सोभा बपुष कोटि सत कामा ॥

iṣṭadeva mama bālaka rāmā | sobhā bapuṣa koṭi sata kāmā ||

उत्तरकाण्ड – दोहा ७५

Uttarkand – Doha 75

કથાના પ્રથમ દિવસે મોરારી બાપૂએ મંદિરમાં ગોસ્વામી તુલસીદાસની પ્રતિમા સ્થાપિત કરવાની પણ વિનંતી કરી હતી, જેની સાથે ચંપતરાયજી સંમત થયાં હતાં. ત્યારબાદ બાપૂએ તેમને મંદિર માટે ત્રણ પવિત્ર ગ્રંથો આપ્યાં હતાં – ગ્રંથોના રૂપમાં ચાર વેદ, વાલ્મિકી રામાયણ અને ગોસ્વામી તુલસીદાસજીનું રામચરિત માનસનો મૂળ ગ્રંથ. દરેક નકલનું વજન આશરે 15 કિલો છે. ટ્રસ્ટના મતે તે મંદિરના ગર્ભગૃહમાં મૂકાશે. આ ગ્રંથો જોવા અને પૂજા કરવા યોગ્ય છે અને ધાર્મિક ગ્રંથોના સંરક્ષણને સમર્પિત છે.

Mb Image 1

મહત્વપૂર્ણ છે કે અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપુનું સૌથી વધુ યોગદાન છે. રામાયણના પ્રચાર માટે છ દાયકાથી વધુ સમય પસાર કરવા માટે જાણીતા બાપુએ આ હેતુ માટે 20 કરોડ રૂપિયાનું નોંધપાત્ર દાન આપ્યું છે. ટ્રસ્ટને કુલ રૂ. 11.30 કરોડની રકમ તાત્કાલિક સોંપવામાં આવી હતી, જ્યારે કે વિદેશમાંથી જે રકમ એકત્ર કરવામાં આવી હતી તે ચોક્કસ મંજૂરીઓની રાહ જોઈ રહી હતી અને તેના માટે હવે પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું છે. તમામ નિયમોનું પાલન કરીને બાકીની રકમ પણ સોંપવામાં આવી હતી.

Mb Image 4

આ પહેલાં ઓગસ્ટ 2020માં કોવિડ-19ના પડકારો વચ્ચે ગુજરાતના પિઠોરીયામાં પૂજ્ય મોરારી બાપૂએ ઓનલાઇન કથા દરમિયાન ભંડોળ એકત્ર કરવા આહ્વાન કર્યું હતું, જેના પ્રતિસાદરૂપે ભંડોળ એકત્ર થયું હતું. તેમની અપીલમાં બાપૂએ રામ મંદિરના નિર્માણમાં યોગદાન આપવાની હ્રદયપૂર્વક ઇચ્છા વ્યક્ત કરી હતી. કથા માટે દેશભરમાંથી હજારો લોકો એકત્રિત થયાં છે, જે રામમંદિરના ઉદ્ઘાટન બાદ આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ છે. આ પહેલાં 22 જાન્યુઆરીના રોજ પૂજ્ય બાપૂ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

બાપુએ અગાઉ 2018માં અયોધ્યામાં સેક્સ વર્કર માટે રામ કથા કરી હતી. બાપુએ કહ્યું હતું કે, ગોસ્વામી તુલસીદાસે તેમના સમયમાં ‘વાસંતી’ નામની સેક્સ વર્કરને રામાયણ સંભળાવી હતી અને તેમણે પણ એ જ પરંપરાનું પાલન કર્યું હતું. રામ કથા સંભળાવવામાં, રામ નામ લેવા અને રામ કામ કરવામાં જીવનના 64 વર્ષ સમર્પિત કરનાર પૂજ્ય બાપૂએ પ્રાણ પ્રતિષ્ઠા વિશે કહ્યું હતું કે, રામમંદિરનું ઉદ્ઘાટન થવાનું હોવાથી મારું હૃદય આનંદથી ભરેલું છે અને હું આનંદથી ભરપૂર છું. આ દિવસોમાં મારા હૃદયની ધમનીઓમાં લોહી ફરતું નથી. મારું હૃદય આનંદથી ધબકે છે.

Share This Article