પ્રોટોન થેરાપીથી સારવાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમેરિકામાં તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે એક્સટરનલ બીમ રેડિએશન ટ્રિટમેન્ટ પ્રોટોન થેરાપી પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે વધારે સુરક્ષિત અને અસરકારક સાબિત થઇ ચુકી છે. જૈક્સોનિવિલમાં ફ્લોરીડા યુનિવર્સિટીના પ્રથમ અભ્યાસમાં શોધ કરનાર નિષ્ણાંતોએ ઘણી બધી બાબતોને ધ્યાનમાં લીધી હતી. શોધ કરનાર નિષ્ણાંતોએ ભાવિ, ઓછા, મધ્યમ અને સૌથી ખતરનાક પ્રોસ્ટેટ કેન્સરના સંકજામાં આવી ચુકેલા સેંકડો પુરૂષોને આવરી લઇને અભ્યાસની પ્રવૃતિ હાથ ધરી હતી. આ તમામ લોકોની સારવાર ખાસ પ્રકારની એક્સટરનલ બીબ રેડિએશન થેરાપી પ્રોટોન થેરાપી મારફતે કરવામાં આવી હતી. આમાં એક્સ રેના બદલે પ્રોટોનનો ઉપયોગ કરવામાં આવે છે.

આશરે બે વર્ષ બાદ યુનિવર્સિટી ઓફ ફ્લોરીડા પ્રોટોન થેરાપી ઇન્સ્ટીટ્યુટમાં મુખ્ય અધિકારી નૈની ડેન્હાલના નેતૃત્વમાં સંશોધકોની ટીમને અભ્યાસ બાદ જાણવા મળ્યું કે આ સારવાર અસરકારક છે અને તેની સાઇડ ઇફેક્ટ ખુબ ઓછી છે. ડોક્ટર મેન્ડન્હાલે કહ્યું હતું કે આ અભ્યાસના તારણ ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે ભવિષ્યમાં સામાન્ય ટિશ્યુઝના દિશાનિર્દેશોને બનાવવામાં આ મદદરૂપ બનશે. ત્રણ વર્ષથી ઓછા સમય ગાળામાં ૧૯૬ દર્દી એક્સટરનલ બીમ સારવાર કરાવી ચુક્યા છે. આ અભ્યાસના તારણ જાન્યુઆરીમાં પ્રકાશિત જર્નલમાં પ્રકાશિત થયા છે.

Share This Article