અમદાવાદ: પુરુષોની ઉંમર વધે તેમ તેમના શરીરમાં કોઈ કાબૂમાં નહીં રાખી શકે તેવા ફેરફાર થતા હોય છે. મોટા ભાગના પુરુષો માટે આ ફેરફાર સાથે પ્રોસ્ટેટ પણ વધતું હોય છે. વધતી ઉંમરવાળા પુરુષોમાં યુવા પુરુષ કરતાં વધુ મોટા પ્રોસ્ટેટ્સ હોઈ શકે છે.
ઝાયડસ હોસ્પિટલના કન્સલટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. કમલેશ પટેલ અનુસાર “મોટું થયેલું પ્રોસ્ટેટ સીધા જ પુરુષોની પેશાબ કરવાની ક્ષમતાને અસર કરે છે, કારણ કે તેનાથી મૂત્રાશય પર દબાણ વધે છે અથવા મૂત્રાશયમાં વધુ બળતરા થાય છે. તેને લીધે પેશાબ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે. ઉપરાંત મૂત્રાશય કાર્યક્ષમ રીતે ખાલી થઈ શકતું નથી, જેનો અર્થ એક વાર પેશાબ કરીને આવ્યા પછી થોડા જ સમયમાં તમને ફરીથી પેશાબ કરવા જવાની ઈચ્છા થાય છે.”.
સામાન્ય રીતે બીપીએચ ઉંમર વધવા સાથે વધે છે. ખાસ કરીને 70 વર્ષ અને વધુ ઉંમરના લોકોમાં તે સૌથી વધુ હોય છે. 1997માં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં 40-49 વયવર્ષના 25 ટકા લોકો, 50-59ના 37 ટકા, 60-69ના 37 ટકા અને 70-79 ઉંમરના 50 ટકા લોકોમાં તે પ્રવર્તમાન હોય છે.
કેન્સરનું પરિણામ નહીં હોય તેવો પ્રોસ્ટેટનો વધારો બિનાઈન પ્રોસ્ટેટિક હાઈપરપ્લાશિયા (બીપીએચ) તરીકે ઓળખવામાં આવે છે. બીપીએચની ઘટના પુખ્ત પુરુષોને અસર કરતી સૌથી સામાન્ય સ્થિતિમાંથી એક છે, જે 50ની ઉંમર પછી નાટકીય રીતે વધે છે. બીપીએચને પ્રોસ્ટેટ ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ પણ કહેવાય છે, જે ઉંમર વધતા પુરુષ તરીકે સામાન્ય સ્થિતિ છે.
પ્રોસ્ટેટાઈટિસ અને બિનાઈન પ્રોસ્ટેટિક હાઈપરપ્લાશિયા (બીપીએચ) સામાન્ય પ્રોસ્ટેટિક રોગો છે, જે દુનિયાભરમાં લાખ્ખો લોકોને અસર કરે છે. જોકે અત્રે નોંધનીય છે કે બીપીએચ પ્રોસ્ટેટ કેન્સર નથી અને તમને તે લાગુ થવાની વધુ શક્યતા બનાવતું નથી. તમારા પ્રોસ્ટેટનો આકાર તમારાં લક્ષણોની તીવ્રતા નક્કી કરે એવું જરૂરી નથી. અમુક પુરુષોનું સહેજ વધેલું પ્રોસ્ટેટ પણ નોંધનીય લક્ષણો ધરાવી શકે છે, જ્યારે વધુ મોટા પ્રોસ્ટેટ્સ સાથેના અન્ય પુરુષોમાં નજીવા પેશાબનાં લક્ષણો હોઈ શકે છે. અમુક પુરુષોમાં લક્ષણો આખરે સ્થિર થાય છે અને સમયાંતરે સુધરી પણ શકે છે.
વધતી ઉંમર સાથે પ્રોસ્ટેટિક રોગો પણ સાગમટે ઉદભવે છે, જે પુરુષના જીવનની કથળતી ગુણવત્તામાં મહત્ત્વપૂર્ણ પરિબળ છે. સારી ઊંઘનું મહત્ત્વ સૌએ ધ્યાનમાં લેવું જોઈએ. વર્ષોથી એ વાત પ્રચલિત છે કે રાત્રે સારી ઊંઘ મહત્ત્વપૂર્ણ છે. પુખ્તો માટે 7-8 કલાક ઊંઘ જરૂરી છે. જો ઊંઘમાં અવરોધ પેદા થાય તો તેનાં ઘણાં બધાં કારણો હોઈ શકે, પરંતુ મોટે ભાગે તેને અનિદ્રા સાથે સરખાવવામાં આવે છે, જે ચિકિત્સકીય રીતે ઊંઘ આવવામાં અથવા જાળવી રાખવામાં એકધારી મુશ્કેલી અથવા એક વાર ઊંઘ ખૂલ્યા પછી પાછી નહીં આવવી તરીકે ઓળખવામાં આવે છે, જેનાથી દિવસ દરમિયાન નોંધનીય રીતે તાણ રહે છે અને સામાજિક તથા વ્યાવસાયિક કામગીરીમાં પણ અસર થાય છે.
પ્રોસ્ટેટાઈટિસ અને બીપીએચ પ્રતિનિધિત્વ રોગો છે, જે પ્રોસ્ટેટમાં વિકસે છે. તે પુરુષો સાથે નિકટતાથી સંકળાયેલી છે અને જીવનની ગુણવત્તા પર નોંધનીય રીતે અસર કરે છે. ઉપરાંત પ્રોસ્ટેટના રોગોથી કથળતી જીવનની ગુણવત્તા પ્રોસ્ટેટના રોગો દ્વારા અસર થવા સાથે પ્રોસ્ટેટ રોગોથી જાતીય કામેચ્છામાં પણ અવરોધ પેદા થઈ શકે છે. ઉપરાંત પ્રોસ્ટેટના રોગના ઉપચાર પછી આડઅસર તરીકે જાતીય કામેચ્છાને અસર થઈ શકે છે, જેથી પ્રોસ્ટેટના રોગના ઉપચાર સમયે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવું આવશ્યક છે. આથી દરેક સ્થિતિ માટે અનુકૂળ થેરપીઓ પ્રોસ્ટેટના રોગો સાથે નિકટવર્તી સંબંધ અને પુરુષોમાં જીવનની ગુણવત્તા સાથે સંકળાયેલી જાતીય સમસ્યાઓને સમજીને પસંદ કરવી જોઈએ.
ઝાયડસ હોસ્પિટલના કન્સલટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. કમલેશ પટેલ અનુસાર “ઘણા બધા પુરુષોમાં ઉંમર વધે તેમ પ્રોસ્ટેટ વધે છે, કારણ કે ગ્રંથિ જીવનકાળમાં વધવાનું અટકતી નથી. પુરુષની ઉંમર વધે તેમ તેમણે નિયમિત રીતે બીપીએચ / પ્રોસ્ટેટ કેન્સર માટે તપાસ કરાવવા પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. જો તમને પેશાબની સમસ્યા હોય તો તમારા ડોક્ટર જોડે વાત કરો. જો તમને પેશાબનાં લક્ષણો ચિંતાજનક જણાય તો પણ તે ઓળખવાનું અથવા કોઈ અંતર્ગત કારણો નથીને તેની ખાતરી કરવા માટે તપાસ કરાવવું જરૂરી છે. જો પેશાબની સમસ્યાનો ઉપચાર નહીં કરાય તો પેશાબના માર્ગમાં અવરોધ પેદા થઈ શકે છે. તમારા ડોક્ટરની સલાહ લેવાનું મહત્ત્વપૂર્ણ છે અને આ સમસ્યા કહેવા માટે સંકોચ અનુભવવાનું પણ ટાળવું જોઈએ. તમારા ડોક્ટર તમારી ઉંમર, આરોગ્ય અને સ્થિતિ તમને કઈ રીતે અસર કરે છે તેને આધારે તમારે માટે ઉત્તમ સંભાળ સૂચવવામાં મદદ કરી શકે છે”.
ભારતમાં વહેલા તબક્કામાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન કરવા અને રોગ સાજો કરવા માટે ટાર્ગેટેડ સ્ક્રીનિંગ અથવા સ્માર્ટ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. પેશાબની ફરિયાદ માટે યુરોલોજી ઓપીડીમાં જતા બધા દરદીઓએ 50 વર્ષની ઉંમર પછી અને પ્રોસ્ટેટ કેન્સરના પારિવારિક ઈતિહાસ સાથે 40 વર્ષ પછી વર્ષમાં એક વાર પીએસએ અને ડિજિટલ રેક્ટલ પરીક્ષણ કરાવવું જરૂરી છે.
- બીપીએચનાં સામાન્ય ચિહનો અને લક્ષણો નીચે મુજબ છે:
- વારંવાર પેશાબ કરવા જવું અથવા તેની તીવ્ર ઈચ્છા.
- રાત્રે પેશાબ કરવાની વધતી સાતત્યતા (નોક્ચરિયા)
- પેશાબ શરૂ કરવામાં મુશ્કેલી.
- અટકી અટકીને પેશાબ આવવો અથવા પેશાબ બંધ અને ચાલુ થવો.
- પેશાબને અંતે ટીપાં ટીપાં પડવાં.
- મૂત્રાશય સંપૂર્ણ ખાલી કરવામાં અસક્ષમતા.
- ઓછાં સામાન્ય ચિહનો અને લક્ષણો નીચે મુજબ છે:
- પેશાબમાં લોહી.
- પેશાબ કરવામાં અસક્ષમતા
- પેશાબમાં લોહી
- પેશાબ ચાલુ અથવા બંધ કરવામાં તકલીફ
- વધેલા પ્રોસ્ટેટની અસર
- વારંવાર પેશાબ કરવાની ઈચ્છા.
- મૂત્રાશય ખાલી થયું નથી એવું મહેસૂસ થવું
- પેશાબની તીવ્ર ઈચ્છા
- નોક્ચરિયા
- પેશાબ અટકી અટકીને આવવો
- ઉપચારો:
- જીવનશૈલીમાં બદલાવ: તમે નિયંત્રણમાં રાખી શકો એવી બાબતો કરવાનું શરૂ કરી શકો છો. દાખલા તરીકે, તમે:
- તમારી બસ્તીપ્રદેશના નીચેના સ્નાયુઓને મજબૂત બનાવવા કસરત કરો.
- ખાસ કરીને તમે બહાર નીકળો ત્યારે અથવા સૂવા પૂર્વે પ્રવાહીનું સેવન ઓછું કરો.
- કેફેન અને શરાબ સેવન ઓછું કરો.
- દવા: સહેજથી મધ્યમ બીપીએચ માટે તમારા ડોક્ટર દવા સૂચવી શકે છે.