ગુજરાતના 24 IAS અધિકારીઓને બઢતી અને બદલીના ઓર્ડર, જાણો કોણ બન્યુ અમદાવાદના મ્યુનિ. કમિશનર

Rudra
By Rudra 1 Min Read

ગુજરાતના 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યાં છે. આ સાથે એમ. થેન્નારસનની બદલી અગ્રસચિવ તરીકે કરવામાં આવી છે. આવા કુલ 24 IAS અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અમદાવાદના કલેક્ટરને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ડો. વિનોદ રાવને પ્રમોશન સાથે મજૂર અને કૌશલ્ય વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

પી. સ્વરુપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ચાર્જ સોંપાયો છે. આ સાથે રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે અવંતિકા સિંહને GACLના MDનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે પ્રવિણ સોલંકીને DG મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અમૃતેશ ઔરંગાબાદકરને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીસ અમદાવાદનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે આર એમ તન્નાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર તરીકે ચાર્જ સોંપાયો છે.

Share This Article