બેરોજગારીના કારણે પરેશાન યુવાનોને જુદા જુદા ક્ષેત્રોમાં તક આપવામાં આવી રહી છે. યુવાઓની ઉર્જાને ખેલકુદ, સાસ્કૃતિક ગતિવિધીમાં લગાવી દેવાના પ્રયાસ યુદ્ધના સ્તર પર કરવામાં આવી રહ્યા છે. રાજ્યની ફુટબોલ ટીમ સતત સારો દેખાવ કરી રહી છે. આ ટીમ મોહન બાગાન અને ઇસ્ટ બંગાળ જેવી મજબુત ટીમોને પરાજિત કરી ચુકી છે. જે સાબિતી આપે છે કે અહીંની ટીમના ખેલાડીઓમાં ફુટબોલની કુશળતા ભરેલી છે. ફુટબોલના વિકાસ માટે સરકારે બે કરોડ રૂપિયા આપ્યા છે. આટલી જ રકમ જમ્મુ કાશ્મીરની બેંક દ્વારા આપવામાં આવી છે. ખેલકુદ માટેનુ બજેટ જે ક્યારે ૨૦ કરોડ કરતા વધારે રહેતુ ન હતુ તે હવે ૫૦૦ કરોડના રેકોર્ડ સ્તર પર છે. રાજ્યની દરેક પંચાયતમાં ખેલના મેદાન સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.
આઇપીએલ સ્તરના ક્રિકેટ મેદાનો બની રહ્યા છે. શ્રીનગરમાં કેટલીક મહિલાઓના જુથ કહે છે કે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. પુલવામા વિસ્તારમાં રહેતી મહિલાઓ કહે છે કે કોઇ સમય તેમની પાસે અનેક પ્રકારની તકલીફો હતી. આજે અનેક સુવિધા ઉભી થઇ ગઇ છે. માઇક્રો ક્રેડિટ સોસાયટીના કારણે લોકોની લાઇફ સ્ટાઇલ ઝડપથી બદલાઇ રહી છે. માઇક્રો ક્રેડિટના માધ્યમથી રોજગારીની તક સર્જાઇ રહી છે. બાળકો અભ્યાસમાં આગળ આવી રહ્યા છે.
કોઇ સમય મહિલાઓને બહાર નિકળવામાં સંકોચની ભાવના થતી હતી પરંતુ આજે આ મહિલાઓના ચહેરા પર ચમકને સ્પષ્ટ પણે જાઇ શકાય છે. આ તમામ પ્રકારનો આત્મવિશ્વાસ દર્શાવે છે કે કાશ્મીરમાં ખીણમાં સ્થિતી હવે ઝડપથી બદલાઇ રહી છે. જમ્મુકાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટે તમામ પ્રયાસો યુદ્ધ સ્તર પર કરવામાં આવી રહ્યા છે.