અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી
અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પલેક્સમાંથી ઝડપાયેલા ૨૫ કરોડના ડ્રગ્સ કેસની તપાસમાં DRIને સૌથી મોટી સફળતા મળી છે. પાટનગર ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો છે. ડ્ઢઇૈંની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું છે. તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદીત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તપાસમાં ખુલાસો થયો કે અહીં ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવતું હતું.અને કેમિકલ કંપનીના પરિસરમાં ડ્રગ્સ બનાવવા એક અલાયદો શેડ ઉભો કરાયો હતો.તપાસમાં સામે આવ્યું છે કે દહેગામમાં તૈયાર થતું ડ્રગ્સ બેંગકોકમાં સપ્લાય કરાતું હતું.હાલ સમગ્ર મામલે DRIએ ૩ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.શક્યતા છે કે અન્ય લોકોની સંડોવણી સાથે વધુ કેટલાક ખુલાસા થઇ શકે છે.
ગાંધીનગરના દેહગામમાં ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન!
