અમદાવાદ પીઆરએલે કરી સૂર્ય જેવા તારાની નજીક ઉપ-શનિ જેવા ગ્રહની શોધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદના ભૌતિક સંશોધન પ્રયોગશાળા (પીઆરએલ)ના પ્રોફેસર અભિજીત ચક્રવર્તીના નેતૃત્વમાં વૈજ્ઞાનિકો તથા એન્જીનિયરોની એક ટીમે સૂર્ય જેવા તારાની નજીક એક ઉપ-શનિ જેવા ગ્રહ કે સુપર નેચ્યુન આકારના ગ્રહ (પૃથ્વીના માસથી ૨૭ ગણો તથા પૃથ્વીની ત્રિજ્યાથી ૬ ગણો)ની શોધ કરી છે. આ ગ્રહને ઈપીઆઈસી ૨૧૧૯૪૫૨૦બી કે કે૨-૨૩૬બીનું નામ આપવામાં આવ્યું છે.

આ શોધ લેખ અમેરિકી એસટ્રોનોમિકલ સોસાયટીની પત્રિકામાં ઓનલાઇન પ્રકાશિત થયો છે તેને આઈઓપી પબ્લિશિંગે પ્રકાશિત કર્યો છે.

આ ગ્રહની શોધ ગ્રહના માસને માપવાના આધારે કરવામાં આવી. માપ કાર્ય સ્વદેશી તકનીકથી નિર્મિત પીઆરએલ એડવાંસ રેડિયલ-વેલોસિટી અહુ-સ્કાઇ સર્ચ (પીએઆરએએસ) સ્પેક્ટ્રોગ્રાફ દ્વારા કરવામાં આવી છે.  આ સ્પેક્ટ્રોગ્રાફ ભારતના માઉંટ આબુ સ્થિત ગુરુશિખર વેધશાળાના ૧.૨એમ ટેલીસ્કોપ સાથે એકીકૃત છે. અત્યાર સુધી માત્ર ૨૩ એવી ગ્રહ પ્રણાલીયોની શોધ થઇ છે, જેનો માસ પૃથ્વીના માસના ૧૦થી ૭૦ ગણો વધુ છે અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યાથી ૪થી ૮ ગણી વધુ છે. આ શોધ ઉપ-શનિ જેવા ગ્રહો કે સુપર નેચ્યુન જેવા ગ્રહોની નિર્માણ પ્રક્રિયાને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ શોધની સાથે ભારત તે મર્યાદીત દેશોમાં સમાવિષ્ટ થયો છે, જે આપણી સૌર પ્રણાલીથી બહારના ગ્રહોની શોધ કરવામાં સફળ થયો છે. આ ઉપરાંત પારસ (પીએઆરએસ) સમગ્ર એશિયામાં પોતાના પ્રકારનો એકમાત્ર સ્પેક્ટ્રોગ્રાફ છે, જે સૂર્યની ચારે બાજુ ફરી રહેલા ગ્રહના માસને માપી શકે છે. સમગ્ર વિશ્વમાં એવી કેટલાંક જ સ્પેક્ટ્રોગ્રાફ છે જે દ્રવ્યમાન  માપવાનું કાર્ય આટલી ચોકસાઇ સાથે કરી શકે છે.

-તસવીર પ્રતિકાત્મક છે
Share This Article