- રાષ્ટ્રીય રક્ષા યુનિર્સિટી, ગૃહ મંત્રાલય અને CAPSI 2030 સુધીમાં ખાનગી સુરક્ષા ક્ષેત્રમાં કામ કરતા તમામને ઉચ્ચ કૌશલ્ય બનાવવા માટે કામ કરી રહ્યાં છે
- Yatra.com (યાત્રા ડોટ કૉમ)એ 1 કરોડ સિક્યુરિટી ગાર્ડ્સ અને તેમના પરિવારના સભ્યો માટે ટિકિટ બુકિંગમાં છૂટ આપવા માટે CAPSI સાથે હાથ મિલાવ્યા છે.
- CAPSIએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સિક્યુરિટી ગાર્ડ્સ માટે 500 ઘરો બાંધવા માટે ઉત્તર પ્રદેશ સ્થિત આરસી ઇન્ફ્રા સાથે હાથ મિલાવ્યા છે અને ભારતના અન્ય પ્રદેશોમાં CAPSI દ્વારા તેને અનુસરવામાં આવશે.
અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતે આયોજિત “CAPSI -ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023”નું ઉદ્ઘાટનકરવામાં આવ્યું. આ બે દિવસીય ઇવેન્ટનો ઉદ્દેશ્ય પ્રાઈવેટ સિક્યુરિટી સેક્ટરના નિર્ણાયક મુદ્દાઓને સંબોધિત કરવાનો અને સુરક્ષાના વિકસતા લેન્ડસ્કેપની શોધ કરવાનો રહેલો. કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહત્વપૂર્ણ મહેમાનોમાં જનરલ (ડૉ) વી.કે. સિંઘ, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી, માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત સરકાર; કુંવર વિક્રમ સિંહ, અધ્યક્ષ CAPSI અને APDI; પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ, વાઇસ ચાન્સેલર , રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી; શ્રી પ્રકાશ વરમોરા, વિધાનસભાના સભ્ય, ગુજરાત; ડૉ. શમશેર સિંઘ (ડીજી ઓફ પોલીસ (લો એન્ડ ઓર્ડર)), ગુજરાત રાજ્ય; શ્રી અનિલ પ્રથમ, આઈપીએસ, ડીજીપી પોલીસ રિફોર્મ્સ; બરોડાના મહામહિમ મહારાણી રાધિકા રાજે ગાયકવાડસહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
“CAPSI ધ સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023” ખાતે, સિક્યોરિટી ગાર્ડ્સ માટે બે કલ્યાણકારી પગલાંની જાહેરાત કરવામાં આવી, જેમાં Yatra.comએ 1 કરોડ સિક્યુરિટી ગાર્ડ્સ અને તેમના પરિવારના સભ્યો માટે ટિકિટ બુકિંગમાં છૂટ આપવા માટે CAPSI સાથે હાથ મિલાવ્યા છે, તેમજ CAPSIએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સિક્યોરિટી ગાર્ડ્સ માટે 500 ઘરો બાંધવા માટે ઉત્તર પ્રદેશ સ્થિત આરસી ઇન્ફ્રા સાથે હાથ મિલાવ્યા છે, જેને CAPSI દ્વારા ભારતના અન્ય પ્રદેશોમાં અનુસરવામાં આવશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું, “વિશ્વ નેતા અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માનનીયશ્રી નેરેન્દ્ર મોદીએ ગુજરાતને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રાજ્ય બનાવીને વિકાસનું રોલ મૉડલ બનાવ્યું છે. કોઈ પણ રાજ્ય કે રાષ્ટ્રની વિકાસ યાત્રામાં શાંતિ, સલામતી અને સુરક્ષા પ્રાથમિકતા છે. ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે વિકસિત તેમજ ઑટો અને મેન્યુફેક્ચરીંગ હબ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત રાજ્યમાં ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી અને લેબર પીસ માટે પ્રાઇવેટ સિક્યુરિટીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ”
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું, “આ ગુજરાતની ધરતી પર CAPSI દ્વારા સિક્યુરિટી લીડરશીપ સમિટ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રીએ દેશના ડિફેન્સ અને સિક્યુરિટી સેક્ટરને સ્થાનિક ઉત્પાદનો સાથે સશક્ત કર્યું છે. માનનીય પ્રધાનમંત્રીએ દેશને 2047 સુધી વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે અને તેથી જ ડિફેન્સ અને સિક્યુરિટી સેક્ટરને સશક્ત બનાવવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જે પ્રકારે દુશ્મન દેશ અને રાષ્ટ્રવિરોધી કાર્યો સામે લડવા માટે ડિફેન્સ કેપેટિસીટી મહત્વપૂર્ણ છે, તે જ પ્રકારે સમાજમાં સુરક્ષા જાળવી રાખવા માટે સિક્યોરિટી સેક્ટર મહત્વપૂર્ણ છે.”
આ પ્રસંગે, CAPSI અને APDIના અધ્યક્ષ કુંવર વિક્રમ સિંહે જણાવ્યું, “છેલ્લા 18 વર્ષથી અમે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને તેમનું સમર્થન મેળવી રહ્યા છીએ. અમારા પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ્સ વિશ્વની બીજું સૌથી મોટુ બળ છે અને બાંધકામ ક્ષેત્ર પછી દેશમાં રોજગાર પ્રદાન કરતું બીજું સૌથી મોટું ક્ષેત્ર પણ છે. કટોકટી આપણામાંના શ્રેષ્ઠને બહાર લાવવા માટે પડકારો લાવે છે. અમે અમારા સેક્ટરના વરિષ્ઠ અધિકારીઓ સાથે સિક્યુરિટી ગાર્ડ્સને પ્રશિક્ષણ આપવા તેમજ અગ્નિવીરોના પુનર્વસનનું આયોજન કરવા માટે આયોજિત વ્યૂહરચના માટે ગૃહ મંત્રાલય, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સાથે કામ કરી રહ્યા છીએ, આ એક પરિવર્તનકારી હશે. ભારતમાં 35,000થી વધુ સુરક્ષા એજન્સીઓમાંથી 6,000 ગુજરાતમાં છે, જેનો શ્રેય તેના ઉચ્ચ ઔદ્યોગિકીકરણને જાય છે.”
આ પ્રસંગે જનરલ (ડૉ) વી.કે. સિંહ, માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી, માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત સરકાર પોતાના વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “પ્રાઈવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી રાષ્ટ્રની સુરક્ષામાં સૌથી મહત્વનો ફાળો આપે છે. હું CAPSIને ગુજરાતમાં આ મહત્વપૂર્ણ સમિટ યોજવા માટે અભિનંદન પાઠવું છું. રોજગાર અને કાયદા અમલીકરણ એજન્સીઓના બોજમાં સરળતા સહિત અનેક તબક્કે પ્રાઈવેટ સિક્યુરિટી સેક્ટર સરકારને અનેક રીતે મદદરૂપ થાય છે. ”
આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલે જણાવ્યું, “કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની દૂરંદેશી આગેવાની હેઠળ સિક્યોરિટી ગાર્ડ્સને વ્યાવસાયિક બનવાની તાલીમ આપવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી 2030 સુધીમાં ખાનગી ક્ષેત્રમાં તમામ સુરક્ષા વ્યક્તિગતોને તાલીમ એનાયત કરશે. આ પ્રાઇવેટ સિક્યુરિટી બિઝનેસ હાલમાં રૂ. 1.5 લાખ કરોડનો છે અને તે હજુ આગળ વિકસી રહ્યો છે. આથી, ફોર્સ સતત કુશળ હોવું તે મહત્વપૂર્ણ છે. આપણે તેમને યોગ્ય મહત્વ આપવું જોઈએ. પ્રાઈવેટ સિક્યોરિટી સેક્ટરમાં કામ કરતી દરેક વ્યક્તિ પાસે આધાર સાથે લિંક થયેલો યૂનિક લાઇસન્સ નંબર હોવો જોઈએ, જેથી તેમને ઓળખ અને પ્રમાણિતતા મળે.”