
Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સોમવારે મોરબી જિલ્લાના વિઠ્ઠલપર ખાતે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના 15 MWના ગ્રીન-કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ધાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જામંત્રી કનુભાઇ દેસાઇની હાજરીમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. રૂ.95.5 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવ્યો છે. તે વર્ષિક 30.88 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે, અને 24,000 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરશે, જે ગ્રીન એનર્જી અંગે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ સ્થાનિક ખેડૂતોને સસ્તી વીજળી પૂરી પાડશે. દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડીને સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવામાં મદદ કરશે.


ભારતમાં ગ્રીન એનર્જીના પ્રણેતા, અમદાવાદ સ્થિત પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના સહયોગી પ્રોઝીલ ઇન્ફ્રા રિન્યુએબલ દ્વારા ડિઝાઇન, એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ઓપરેશનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માઇલસ્ટોન અંગે વાત કરતા પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનન ઠક્કરે જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલ 15 MW ગ્રીન કનેક્ટેડ સોલાર પીવી પ્રોજેક્ટનો ભાગ બનતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ પ્રોજેક્ટ પ્રદેશની ગ્રીન એનર્જીની જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપશે. EPCના ભાગીદાર તરીકે અમે ગુજરાતના ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોમાં યોગદાન આપવા અને સ્વચ્છ ઉર્જાના રાજ્યના પ્રયાસમાં સમર્થન આપવા બદલ ગર્વ અનુભવીએ છીએ. GSECL સાથે વધુ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, અમે ભારતના પર્યાવરણીય ધ્યેય સાથે સુસંગત એવા મજબૂત ઊર્જા વિકલ્પો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પ્રોઝીલ ઇન્ફ્રા રિન્યુએબલને GSECL દ્વારા સાત સોલાર પાવર પ્રોજેક્ટની ડિઝાઇન, એન્જિનિયરિંગ, સપ્લાય, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઇરેક્શન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને ઓપરેશનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અંદાજે રૂ.750 કરોડના અને 131 MWની સક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટ બાંધકામ હેઠળ છે અને આગામી છથી આઠ મહિનામાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ્સ સરકારી પડતર જમીન પર તૈયાર થઇ રહ્યાં છે. આ જમીનનો મહત્તમ ઉપયોગ ટકાઉ ઊર્જા ઉત્પાદનને સમર્થન આપે છે. પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડે તાજેતરમાં નેપાળના અગ્રણી બિઝનેસ જૂથ ગોલ્યાન પાવર લિમિટેડ સાથે નેપાળમાં સોલાર રૂફટોપ અને ગ્રાઉન્ડ-માઉન્ટેડ ફોટોવોલ્ટેઇક સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા હતા. JV આગામી 18 મહિનામાં 500 MWથી વધુ સોલર એનર્જી પ્રોજેક્ટ્સ સ્થાપવાનું લક્ષ્ય ધરાવે છે.