વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં મેરેથોન રોડ-શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અને મોદી મોદીના સુત્રોચ્ચાર કર્યા હતાં. આ રોડ શો બાપુનગરથી આગળ ખોડિયારનગર થઈ વિરાટનગર ચાર રસ્તા તરફ રવાના થયો છે. નરોડાથી શરુ થયેલો આ રોડ શો અગાઉ કૃષ્ણનગર થઈ હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર ચાર રસ્તા પહોંચ્યો હતો. અહીં વડાપ્રધાનનો કાફલો અટક્યો હતો અને વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પ અર્પણ કર્યા હતા. અહીંથી મોદીનો રોડ-શો નિર્ધારિત રુટ પર બાપુનગર અને ત્યાંથી ખોડિયારનગર ચાર રસ્તા તરફ રવાના થયો હતો.
આ રોડ-શોમાં છેકથી છેક સુધી રોડની બંને તરફ અમદાવાદીઓ ઉમટી પડ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો કરી રહ્યા છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી નરોડા ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેઓ ઓપન જીપમાં સવાર થઈ રોડ શો કરી રહ્યા છે. નરોડાથી હાઇવે પર ઠેર નરેન્દ્ર મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. નરોડા ગામમાં પીએમ મોદીના રોડ શૉ જોવા રસ્તા પર દુકાન, ઓફીસ, કોમ્પલેક્ષ બહાર મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, કાફલો પસાર થયા બાદ મોદીની પાછળ પણ દોડતા લોકો જોવા મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરી રહ્યા છે.
દરમિયાન વડાપ્રધાનના જીપ પાછળ લોકોના ટોળા દોડતા જોવા મળ્યા હતા. હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડા પાટીયા ક્રોસ કરીને આગળ વધ્યો છે. તો બીજી તરફ રોડ શોને લઇ આરટીઓ સર્કલ પાસે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને મોદી ફુલહાર કરશે. આરટીઓ સર્કલ પાસે લોકો મોદીના શો જોવા પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે ઘરણી દેરાસર નજીક લોકો રોડ પર ઉમટી પડ્યા. મોદીનો રોડ શો હોવાથી બીઆરટીએસ રૂટ અંજલિથી નહેરુનગર બંધ કરવામાં આવ્યો છે. મોદીનું ભવ્ય સ્વાગત માટે લોકો હાથમાં કમળનું નિશાન અને માથે ભાજપની ટોપી પહેરીને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સ્ટેજ બનાવમાં આવ્યો છે. આરપીએફના જવાનો રૂટ પર તહેનાત કરવામાં આવ્યા છે. વડાપ્રધાનને જોવા માટે મોદીના ફોટો સાથે પ્લે કાર્ડ લઇને લોકો પહોંચ્યા છે. ત્યારે મોદીનો રોડ શો કૃષ્ણનગર ચાર રસ્તાથી હીરાવાડી તરફ પહોંચ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએં અમદાવાદ શહેરની ૧૩ વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ ૧૪ વિધાનસભામાં રોડ શો કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કુલ ૩૫ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદીના રોડ શો નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – મ્ઇ્જી રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભૂલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા છઈઝ્ર ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા -આઇઓસી ચાર રસ્તા ચાંદખેડા સુધીનો રહ્યો હતો. અગાઉ જાણે મોદીના રોડ-શોનું ઘેલું લાગ્યું હોય તેમ તેઓ રીતસર વડાપ્રધાનનો કાફલો પસાર થયા બાદ પાછળ દોડતા જોવા મળ્યા હતા. બીજા તબક્કાની બેઠકો માટે પીએમ મોદી દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીએ આજે અગાઉ કાલોલ અને હિંમતનગરમાં જાહેર સભા યોજી હતી. મોદી આ રોડ-શોમાં અમદાવાદની રથયાત્રા જેટલો લાંબો રૂટ કવર કર્યો હતો રથયાત્રાનો કુલ ૩૪ કિમીનો રૂટ છે અને અત્યારસુધીનો ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો આ સૌથી લાંબો રોડ શો છે. આ પહેલાં તેમણે સુરતમાં ૩૦ કિમીનો રોડ શો યોજાયો હતો.