દેશભરમાં મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે.
આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ દિવસે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે ઈદ-ઉલ-ફિતરની હાર્દિક શુભેચ્છાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે. હું બધા દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરુ છું.
તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈદ મુબારક! આ પાવન પર્વ પ્રેમની ભાવનાનો સંચાર કરે, અને આપણે બધાને ભાઈચારા અને સદ્ભાવના બંધમાં બાંધે. વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે ટ્વીટ કરી કહ્યુ કે, દેશવાસીઓને ઈદની શુભેચ્છા. હું પ્રાર્થના કરુ છું કે આ તહેવાર દેશવાસીઓમાં કરૂણા અને માનવતાની ભાવનાને આગળ વધારશે. તો ફતેહપુરી મસ્જિદના શાહી ઇમામ મૌલાના મુફ્તી મુકર્રમ અહમદે જણાવ્યુ કે ઈદનો તહેવાર મંગળવાર ત્રણ મેએ મનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, સોમવારે ૩૦મું રોજુ હતુ અને શવ્વાલ (ઇસ્લામી લેકેન્ડરનો ૧૦મો મહિનો) ની પ્રથમ તારીખ મંગળવારે હશે. શવ્વાલના મહિનાના પ્રથમ દિવસે ઈદ હોય છે.
આ સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી છે.