ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અંદાજપત્ર અંગે અખબારી યાદીના માધ્યમથી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને ખાના પૂર્તિ કરતું બજેટ છે. ભાજપ સરકારના દાવાઓ ખેડૂતોને બમણા ભાવ આપવાની વાત હતી તેનું શું થયું? હેપીનેસ ઇન્ડેક્સ કે ઇઝ ઓફ લાઇફ ક્યાંય દેખાતું નથી. લોન અ વ્યાજની ચુકવણી ૪૭ હજાર કરોડની છે અને વ્યાજ માટે નવું દેવું લેવાની ફરજ પડી રહી છે. ગુજરાતને આર્થિક દેવાદાર રાજ્ય બનાવી દીધું છે. આદિવાસીઓ માટેની વનબંધુ યોજના સહિત અનેક યોજનાઓ પેન્ડિંગ છે. ૩ લાખ હેક્ટરને પણ સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. ખેડૂતો ખેતીથી દૂર થઇ રહ્યાં છે. કેનાલો માટે જે માતબાર રકમ બતાવી છે એ જ દર્શાવે છે કે કામ કેવા છે. મોંધવારી ઘટાડવાની કોઇ પગલા નથી. પેટ્રેલ ડીઝલ પરના વેટ ઘટાડવાની કોઇ વાત નથી. વીજી બહારથી મોંઘી ખરીદી કરવી પડશે. તઘલખી નિર્ણયો ગુજરાતને ખુબ હેરાન કરશે.
આમ સમગ્ર દ્રષ્ટિએ ગુજરાત સરકારનું અંદાજપત્ર ગુજરાતના નાગરિકોને રાહત આપનારૂં નહિ, પરંતુ માત્ર ગુજરાત સરકારની જાહેરાતો માટેનું અંદાજપત્ર છે.