અમદાવાદ : મુંબઈ સ્થિત ઈન્ડોફિલ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ બટાકાનાં પાકનાં રક્ષણ માટે મોકસીમેટ નામના સ્પેશ્યાલીટી ફંગીસાઈડની રજૂઆત કરી છે. આ ફંગીસાઈડ બમણી કામગીરી બજાવે છે. તે પાકનું રક્ષણ પણ કરે છે અને રોગ હોય તો તેનો ઈલાજ પણ કરે છે. મોકસીમેટનાં ઉત્પાદનમાં મુખ્યત્વે બે ફંગીસાઈડસ મેન્કોઝેબ અને સાયમોકસેનીલનો વપરાશ થયો છે. મેન્કોઝેબ તે ફંગી ટોકસીક છે, કે જે હવાનાં સંસર્ગમાં આવે ત્યારે ફંગલ એન્ઝાઈમ્સને વેરવિખેર કરે છે. સાયમોકસેનીલ તે ફંગસ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. મોકસીમેટ ફંગીસાઈડ લાંબાગાળાનાં રોગ નિયંત્રણનું કાર્ય પણ કરે છે.
ઈન્ડોફિલનાં જનરલ મેનેજર માર્કેટીંગ શ્રી મહેશકુમાર ખંબેતેનાં જણાવ્યા અનુસાર, ખેડૂતો જ્ઞાનથી સમૃધ્ધ છે અને તેઓ ખેતીના સ્થાન પરનાં અનુભવને કારણે શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો છે. ખેડૂતો રોગને પારખીને સચોટ પાક રક્ષક કેમિકલ પસંદ કરે તે જરૂરી છે. ઈન્ડોફિલે ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ દૂતોની પણ નિમણૂંક કરી છે. છેલ્લા પાંચ દશકામાં ઈન્ડોફિલ સંશોધન આધારિત સંપૂર્ણ સુસંકલિત કંપની તરીકે ઉભરી છે. ખેડૂતોમાં બટાકાના પાક અને તેના નોંધપાત્ર ઉત્પાદન માટે મોકસીમેટ બહુ આશીર્વાદસમાન બની રહેવાની શકયતા છે.