ફિલ્મ “કાલે લગન છે!?!”નું પ્રેમના સારને સાર્થક કરતુ સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” નું ટ્રેલર અને લગન લૉલીપોપ સોન્ગ રિલીઝ કરાયા બાદ ફિલ્મનું અન્ય એક સોન્ગ “તારી મારી વાતો” રિલીઝ કરાયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે જે પ્રેમની પરિભાષા સમજાવે છે. પોતાના પાર્ટનર સાથેની દરેક ક્ષણ મહત્વની હોય છે તે આ સોન્ગમાં જોવા મળે છે. આ સોંગની ધૂન પણ દરેક જોનારને પસંદ આવશે. પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા એ આ સોન્ગમાં ચાર ચાંદ લગાડી દીધા છે.

કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશેઆ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે. “કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

Share This Article