અમદાવાદ : પ્રીમિયર ફેશન રિટેલર બ્રાન્ડ વોગે અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે, જેમાં ગાર્મેન્ટ્સ અને ફૂટવેરમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સનું વિસ્તૃત કલેક્શન ઓફર કરે છે. સનાથલ ક્રોસ રોડ નજીક રોયલ કોમ્પ્લેક્સમાં આવેલા આ સ્ટોરે બુધવારે તેના દરવાજા ખોલ્યા હતા. 10,000 ચોરસ ફૂટનો આ સ્ટોર ફેશનના શોખીનોને ઝારા, એડિડાસ, એચઆરએક્સ, પુમા, નાઇકી અને અન્ય ઘણી જાણીતી બ્રાન્ડ્સની નવીનતમ ડિઝાઇન અને કલેક્શનમાંથી વિવિધ પ્રકારના ગાર્મેન્ટ્સ અને ફૂટવેર શોધવાની તક પૂરી પાડે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક માટે કંઇક ને કંઇક છે. ગ્રાહકો હાઈ-ક્વોલિટી વાળા ગાર્મેન્ટ્સ અને ફૂટવેર પર 80% સુધીનું વિશિષ્ટ ડિસ્કાઉન્ટ માણી શકે છે, જે ટ્રેન્ડી ફેશનને અફોર્ડેબલ અને સુલભ બંને બનાવે છે.
સ્ટોર લોન્ચ પ્રસંગે બ્રાન્ડ વોગના ડાયરેક્ટર યશ મહેતાએ જણાવ્યું હતું કે, “અમે બ્રાન્ડ વોગને અમદાવાદ લાવવા માટે ઉત્સાહિત છીએ, જ્યાં અમે ગ્રાહકોને અજેય કિંમતો સાથે એક અનોખો શોપિંગ અનુભવ આપીશું. અમારું સ્ટોર પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે વિવિધ પ્રકારની ફેશન પ્રદાન કરે છે, જેમાં વિન્ટર વેર અને શૂઝનો સમાવેશ થાય છે, જે તમામ ઇ-કોમર્સ પ્લેટફોર્મ કરતા પણ વધુ સારી કિંમતે છે. અમે અમદાવાદના લોકોને અમારી સાથે આ નવી શરૂઆતની ઉજવણી કરવા આમંત્રણ આપીએ છીએ.”
બ્રાન્ડ વોગના અમદાવાદ સ્ટોરમાં ટ્રેન્ડી કેઝ્યુઅલ વેરથી માંડીને ફોર્મલ પોશાક અને સિઝનલ કલેક્શન સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે, જે તેને ફેશનની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે. બ્રાન્ડ વોગનું ભવ્ય ઉદઘાટન એક જ છત નીચે ઘણી બધી ફેશન અને વૈવિધ્ય સાથે શોપિંગ અનુભવનું વચન આપે છે. સ્પેશિયલ લોન્ચ ડિસ્કાઉન્ટ ઉપરાંત ગ્રાહકો ઓપનિંગ પીરિયડ દરમિયાન એક્સક્લુઝિવ પ્રમોશન અને ડીલ્સનો લાભ લઈ શકે છે. બ્રાન્ડ વોગ ફેશન પ્રેમીઓને સ્ટોરની મુલાકાત લેવા અને સ્પેશિયલ ઓપનિંગ ડીલ્સનો સૌથી વધુ લાભ લેવા આમંત્રણ આપે છે.