ઓછી લાઇટમાં મેક અપ બગડી જવાનો ખતરો સામાન્ય રીતે રહે છે. સારા મેક અપ પ્રોડક્ટસના ઉપયોગ બાદ પણ કેટલીક વખત આપને પરફેક્ટ લુક મળી શકતા નથી. આનુ કારણ એ હોય છે કે મેક અપ કરવાની યોગ્ય અને પુરતી જાણકારી અમારી પાસે હોતી નથી. કેટલીક અતિ આધુનિક બાબતોને સારી રીતે ધ્યાનમાં રાખવામાં આવે તો ફાયદાકારક હોય છે. મેક અપ સાથે જોડાયેલા નિષ્ણાંતો કહે છે કે સાફ પાણીથી ચહેરાને સાફ કરીને મેક અપ કરવાની બાબત યોગ્ય નથી. પહેલા ચહેરાને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરવાની જરૂર હોય છે. ત્યારબાદ મોશ્ચરાઇઝ લગાવવાની જરૂર હોય છે.
ત્યારબાદ મેક અપની શરૂઆત કરવામાં આવે તે યોગ્ય તરીકા તરીકે છે. મેક અપ કરતી વેળી રોશની પુરતા પ્રમાણમાં રહે તે પણ ખુબ જરૂરી છે. સફેદ બલ્બની રોશનીમાં જ બેસીને ક્યારેય મેક અપ કરવુ જોઇએ નહી. દિવસમાં જો મેક અપ કરવાની જરૂર છે તો નેચરલ રોશનમાં અને રાત્રે મેક અપ કરતી વેળા પીળી રોશનીમાં મેક અપ કરવાની જરૂર હોય છે. સૌદર્ય સાધનો અથવા તો બ્યુટિ પ્રોડક્ટસ ક્યારેય પણન બાથરૂમમાં રાખવા જોઇએ નહી. ત્યાં રહેલી નમીના કારણે તેમની અસરકારકતા પર માઠી અસર થાય છે. આ તમામ પ્રોડક્ટસ પર બેક્ટિરિયા પોતાના ઘર બનાવી લે છે. જેથી તેના કારણે ઇન્ફેક્શન થવા માટેનો ખતરો રહે છે. જેથી તેને હમેંશા ઠંડી અને સુખી જગ્યાએ પર રાખવામાં આવે તે જરૂરી છે. તેના ઢાકણા કડક રીતે બંધ કરી દેવા જોઇએ.
ડાર્ક સર્કલને છુપાવવા માટે કન્સીલરની જગ્યાએ કરેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી હોય છે. સનસ્ક્રીનને નજર અંદાજ કરવામાં આવે તે જરૂરી હોય છે. ફાઉન્ડેશન હોય કે પછી મોશ્ચરાઇઝર હોય આવા મેક અપ પ્રોડટ્સની પસંદગી કરવામાં આવે જે સન સ્ક્રીનની સાથે આવે છે. મેક અપ સાથે સંબંધિત જાણકારી ઉપયોગી સાબિત થાય છે. આધુનિક સમયમાં મેક અપ કોઇ પણ યુવતિ અને મહિલા માટે પ્રથમ પ્રાથમિકતા તરીકે છે. મોટા ભાગની મહિલાઓ અને યુવતિઓ મેક અપ કર્યા વગર ઘરની બહાર પણ નિકળતી નથી. નિષ્ણાંતો તો અહીં સુધી કહે છે કે મેક અપના કારણે તમામ મહિલાઓ અને યુવતિઓના આત્મવિશ્વાસમાં વધારે થાય છે.