લગ્ન પહેલાની મુલાકાતો અને યાદોને યાદગાર બનાવીને દરેક વ્યક્તિ લાઇફમાં આગળ વધવા માટે ઇચ્છુક હોય છે. આ યાદોને હમેંશા માટે સાચવીને રાખવામાં આવે છે. આ દિશામાં જ એક ક્રમના ઇવેન્ટને પ્રી વેડિગ ફોટો શુટ તરીકે ગણવામાં આવે છે. પ્રી વેડિંગ ફોટો શુટ આધુનિક સમયમાં લગ્નના એક જરૂરિ હિસ્સા તરીકે છે.
જો આવનાર વેડિંગ સિઝનમાં તમે પણ પોતાની નવી લાઇફની શરૂઆત કરવા માટે આગળ વધી રહ્યા છો તો આ ચાર મહિના પ્રી વેડિંગ ફોટો શુટ આના માટે પરફેક્ટ હોઇ શકે છે. આ ગાળા દરમિયાન તમે ક્યારે પણ પ્લાનિંગની દ્રષ્ટિએ ફોટોશુટ કરાવી શકો છો. અહીં આજે અમે એવી ચાર જગ્યાની માહિતી આપી રહ્યા છીએ જે પ્રી વેડિંગ ફોટો શુટ માટે ખાસ છે. સાથે સાથે પૈસાની દ્રષ્ટિએ પણ વધારે ખર્ચાળ નથી. અહીં આપને બજેટની રીતે જ તમામ ચીજો સરળ રીતે ઉપલબ્ધ બની જાય છે. આ વર્ષે ૧૨મી જુલાઇના ગાળા બાદ દેવ શયની અદાદશીની સાથે જ હવે આગામી ચાર મહિના માટે શુભ કાર્ય કરવામાં આવનાર નથી. જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ અને નવા કામની શરૂઆતનો સમાવેશ થાય છે. હવે આઠમી નવેમ્બરના દિવસે જ દેવઉઠની અકાદશીની સાથે જ લગ્નની સિઝનની શરૂઆત થશે. આ ગાળા દરમિયાન દેશભરમાં મોનસુન રહેશે.
ફોટોશુટના ગાળા દરમિયાન કુદરતી સુન્દરતાનો નજારો જાવા મળેછે. ક્લીક કરવા માટે મોનસુનની સિઝન બેસ્ટ હોય છે. આવી સ્થિતીમાં અમે ચાર ખુબસુરત ડેસ્ટિનેશનના સંબંધમાં માહિતી આપી રહ્યા છીએ. આ ચાર ડેસ્ટિનેશનમાં જયપુર, ઉદયપુર, પણજી માર્ગો અને ઓરછાનો સમાવેશ થાય છે. જયપુરની વાત કરવામાં આવે તો તેને રાજસ્થાનના પિન્ક સિટી અથવા તો ગુલાબી નગર તરીકે ગણવામાં આવે છે. પ્રી વેડિંગ ફોટો શુટ માટે જયપુર પરફેક્ટ ડેસ્ટિનેશન તરીકે છે.
જયપુરમાં આપને કિલ્લા, મહેલ, જીલ અને પહાડો જાવા મળી શકે છે. આ તમામ ખુબસુરત લોકેશન અહીં ઉપલબ્ધ છે. અહીં તમે જળ મહેલ, કનક વૃદ્દાવન, માનસાગર ઝીલ, આમેર ફોર્ટની અંદર સીસ મહેલ સહિત જુદા જુદા લોકેશનના ફોટો શુટ માટે પસંદ કરી શકો છો. આવી જ રીતે ઝીલની નગરી ઉદયપુરમાં પણ પ્રી વેડિંગ ફોટો શુટની મજા માણી શકાય છે. અહીં મોટા પાયે ઝીલ, કિલ્લા, મહેલ, પહાડીઓ રહેલી છે. સાથે સાથે અનેક ઐતિહાસિક સ્થળ રહેલા છે. જે ફોટોશુટની દ્રષ્ટિએ આદર્શન તરીકે રહે છે. ખાસ બાબત એ છે કે મોનસુનની સિઝનમાં અહીં ખુબસુરતી અનેક ગણી વધી જાય છે. પણજી અને માર્ગો ભારતના ગોવા રાજ્યના બે ખુબસુરત શહેર છે. પણજી ગોવાના પાટનગર તરીકે છે. ગોવા ટ્રીપ યુથના પસંદગીના ટ્રિપ તરીકે હોય છે. મોટા ભાગના લોકો હનીમુન માટે ગોવા જવાનુ પસંદ કરે છે. અહીં તમે પ્રી વેડિંગ શુટ કરી શકો છો. દરિયા, ખુબસુરત બીચ, ફોર્ટ, ગાર્ડન અહીંની વિશેષતા રહેલી છે. જે આપના ફોટોશુટને ખુબસુરતીથી ભરી દેશે. મધ્યપ્રદેશના ઓરછાને પણ શાનદાર ફોટોશુટ સ્થળ તરીકે ગણી શકાય છે.
અહીં તમને બેતવા નદીના કિનારે અનેક ખુબસુન્દર નજરા જોવા મળી શકે છે. જે આપના ફોટોશુટને યાદગાર બનાવી શકે છે. આ નદીમાં પાણી એટલુ સ્વચ્છ છે કે નદીમાં કેટલીક વખત અંદર રહેલા નાના નાના પથ્થરોને પણ જાઇ શકાય છે. અહીંની ખુબસુરતી તમામને આકર્ષિત કરે છે. પ્રી વેડિંગ ફોટો શુટ માટે ચાર મહિના અને ચાર શહેરની અનેક ખુબી રહેલી છે. આધુનિક સમયમાં લગ્ન પહેલા પ્રી વેડિંગ ફોટો શુટને જરૂરી ગણવામાં આવે છે. ભારતમા પણ આ ક્રેઝ ધીમી ગતિથી વધી રહ્યુ છે. આવનાર સમયમાં આને લઇને યુવા પેઢી વધારે જાગરૂક બને તેવી શક્યતા છે.
ભારતની બહાર યુરોપિયન દેશોમાં આને વધારે મહત્વ આપવામાં આવે છે. ભારતમાં યુવા પેઢીમાં આને લઇને હવે ઉત્સુકતા રહેવા લાગી છે. જોરદાર અને શાનદાર ફોટોગ્રાફરને આના માટે પહેલાથી જ કહી દેવામાં આવે છે.