મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ, કુમકુમ મંદિર દ્વારા ૨૯ જુનને શુક્રવારના રોજ મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં સવારે ૭.૪૫થી ૮.૩૦ સુધી પ્રાર્થનાદિનની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગ્રે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સંતો હરિભક્તો સામૂહિક પ્રાર્થના કરશે. આ પ્રસંગ્રે શ્રી સ્વામિનારાયણ ભગવાનને – નિલકંઠવર્ણિના વિશિષ્ટ શણગાર ધરાવામાં આવશે.
આ પ્રસંગ્રે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને ૭ વર્ષ વન વિચરણ કર્યું હતું. તે દરમ્યાન તેમણે ૧૨૦૦૦ કી.મી. પગપાળા અનેક તાર્થોમાં વિચરણ કરયું હતું. આ સમયે તેમનું નામ નિલકંઠવર્ણિ હતું. એ પ્રસંગની સૌને સ્મૃતિ થાય તે માટે ભગવાનને નિલકંઠવર્ણિના જે વિશિષ્ટ શણગાર હતા તે ધરવામાં આવશે. જે દર્શન દૂર્લભ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા માટે પધારશે.
આ દર્શન સવારે ૭.૪૫ થી ૧૨.૦૦ કલાક સુધી અને સાંજે ૪.૦૦ કલાકેથી ૮.૦૦ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.