ટેલિવિઝન માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ લોકોની વિચારસરણી બદલવાની અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાની મોટી શક્તિ ધરાવે છે. ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી કામ કરી રહેલી વરિષ્ઠ અભિનેત્રી અપરા મહેતા આ વાતને ખૂબ સારી રીતે સમજે છે. હાલ તેઓ સન નિયો પર પ્રસારિત થતી સિરીયલ ‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ માં રાજશ્રીનું પાત્ર ભજવી રહ્યા છે. તેમના કહેવા મુજબ, આજના સમયમાં પણ ટેલિવિઝન એક અસરકારક અને શક્તિશાળી માધ્યમ છે.
પોતાના વિચારો શેર કરતાં અપરા મહેતા કહે છે, “મેં વર્ષો દરમિયાન ટેલિવિઝનને બદલાતું જોયું છે અને મને ગર્વ છે કે હું આ સફરનો ભાગ રહી છું. જે શો સારો અને સકારાત્મક સંદેશ આપે છે, તે હંમેશા દર્શકોના દિલ સાથે જોડાય છે. ટેલિવિઝન પહેલાની જેમ નથી રહ્યું, પરંતુ તે ખતમ થવાનું પણ નથી. તેની પહોંચ આજે પણ બહુ મોટી છે અને દર્શકોની સંખ્યા પણ ઘણી છે. આ જ કારણે ટેલિવિઝન આજેય લોકો સુધી સાચો સંદેશ પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે.”
ભારતીય ટેલિવિઝનની વૈશ્વિક પહોંચ વિશે વાત કરતાં તેઓ આગળ ઉમેરે છે, “હું મારા ડ્રામા માટે દુનિયાભરમાં ફરું છું અને મેં જોયું છે કે વિદેશમાં રહેતા ભારતીયો આજેય ટેલિવિઝન સાથે કેટલી ઊંડાણથી જોડાયેલા છે. કદાચ તેઓ ફિલ્મો નિયમિત ન જુએ, પરંતુ ટીવી તો ચોક્કસ જુએ છે. તેથી અમારી જવાબદારી વધુ વધી જાય છે કે અમે કહાની દ્વારા આજની હકીકત રજૂ કરીએ, જૂની માનસિકતા નહીં. મારા હાલના સન નિયો શો ‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’માં મારું પાત્ર એવું માને છે કે છોકરીઓને ભણાવવાની જરૂર નથી, પરંતુ શોની કહાની અને મુખ્ય પાત્રો દ્વારા એ જોરદાર સંદેશ આપવામાં આવે છે કે છોકરીઓનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. આજે પણ ઘણી જગ્યાએ છોકરીઓને ભણવા પ્રોત્સાહન મળતું નથી, ત્યારે એવો સંદેશ લોકો સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે.”
‘પ્રથાઓની ઓઢે ચૂનરી: બીંદણી’ રાજસ્થાનના એક ગામની છોકરી ઘેવરની કહાની છે. તેની જિંદગી ત્યારે નવો વળાંક લે છે, જ્યારે તેના પરિવારમાં એક નવજાત બાળક આવે છે, જે બે અલગ-अलग જીવનને એક સાથે જોડે છે. પ્રેમ, ત્યાગ અને છુપાયેલા સત્યની વચ્ચે, ઘેવર પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી પોતાની સૌથી કિંમતી વસ્તુની રક્ષા કરે છે.
