`ક્યા હાલ મિસ્ટર પાંચાલ`ના સેટ પર હિંદીની ટ્રેનર બની પ્રાથના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એક કલાકાર દિવસમાં ૧૨ કલાક કામ કરે છે અને એવા પાત્રો ભજવે છે જે વાસ્તવિક જીવનથી એકદમ અલગ હોય છે. હંમેશા એવું જોવા મળે છે કે કલાકારોના વાસ્તવિક જીવન પર તેમના પાત્રોની છાપ જોવા મળે છે. આવું જ કાંઇક ક્યા હાલ મિસ્ટર પાંચાલના સેટ પર જોવા મળી રહ્યું છે. પ્રાથનાનું પાત્ર ભજવી રહેલી આસ્થા અગ્રવાલ અસ્ખલિત હિંદીમાં બોલવાનું શરૂ કરી દીધું છે. ખબર છે કે અભિનેત્રી સેટ પર દરેકની હિંદી સુધારી રહી છે. ક્રૂ થી લઇને કાસ્ટ સુધી આસ્થા તમામ લોકોની ખામીઓ કરફ ઇશારો કરી રહી છે. ,જે પોતના હિંદીમાં અંગ્રેજીનો ઉપયોગ કરે છે. વર્તમાનમાં તેઓ સેટ પર હિંદીની પંડિત બની ગઇ છે.

હિંદી બોલવાની સમર્થક આસ્થા કહે છે કે આ અજબ વાત છે કે હિંદી મારી સામાન્ય દિનચર્યાનો ભાગ બની ગઇ છે. એક અભિનેત્રીના રૂપમાં આપ ક્યારેક-ક્યારેક પોતાના પાત્રની ખૂબિયોને અપનાવી લો છે. અસ્ખલિત હિંદી બોલનારી પ્રાથનાએ મારી પર ઉંડો પ્રભાવ પાડ્યો છે. દિવસમાં વધુ સમય ધારદાર હિંદીમાં બોલતા હું ભૂલી ગઇ હતી કે હું સામાન્ય હિંદી બોલી શકે છું. તમામની મશ્કરી કરતા મે સેટ પર તેમની હિંદીને સુધારવાનું શરૂ કરી દીધું છે. તેઓ ખાસ કરી ત્યારે ખીજાઇ જાય છે જ્યારે હું મારા પતિની હિંદીને સાચુ કરવા લાગુ છું. જ્યારે હું હિંદીમાં વાત કરૂં છું તેઓ પરેશાન થઇને ભાગી જાય છે.

Share This Article