ભચાઉના હત્યા કેસમાં પોલીસે એક નિર્દોષની ધરપકડ કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કચ્છના ભચાઉમાં એક હત્યાના કેસમાં પોલીસ તપાસમાં બેદરકારી રાખનાર કચ્છના પોલીસ અધિકારી સામે કાર્યવાહી થશે. ભચાઉ પોલીસની કામગીરી સામે હાઈકોર્ટ લાલઘૂમ છે. આ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છના રેન્જ આઇજી જે. આર. મોથલિયા અને ગાંધીધામ એસપી કોર્ટમાં રૂબરૂ હાજર રહ્યા હતા. ત્યારે આ હત્યા કેસમાં કથિત રીતે નિર્દોષ વ્યક્તિનું નામ નખતાં હાઇકોર્ટે પોલીસ અને રાજ્ય સરકાર બંનેને ફટકાર લગાવી છે.ભચાઉમાં થયેલી હત્યાના કેસમાં એક નિર્દોષ વ્યક્તિની ધરપકડની ઘટનાની ગંભીરતા જોઈ હાઇકોર્ટે IG, કચ્છ SP સહિતના અધિકારીઓને તાત્કાલિક કોર્ટમાં બોલાવ્યા હતા. હાઇકોર્ટે આ મામલે જણાવ્યુ હતુ કે પોલીસની કામગીરીથી લોકોનો વિશ્વાસ વધવો જોઈએ, પરંતુ હાલ અધિકારી કલંક લાગે તેવું કામ કરી રહ્યા છે. સાથે જ તેમણે સવાલ કર્યા હતા કે શું IG એટલા વ્યસ્ત છે કે તેઓ ફોન ઉપાડી શકતા નથી? શું SP એટલા બધા ગભરાય છે કે IG સાથે વાત કરતા બીક લાગે છે ?

Share This Article