શ્રીમતી બેહનાઝ એસ. તોડીવાલાની 25 વર્ષ જૂની ઉત્કર્ષ ડાન્સ એકેડમી, એલએલપી વર્ષ 2019 માટે પોતાના પ્રથમ ડાન્સ શો ‘ધ પોએટ્રી ઓફ ડાન્સ’ ચેરિટિ શોની ભવ્ય ઉજવણી કરી હતી. આ શોમાં પ્રતિભાશાળી ડાન્સર્સ દ્વારા બે વિભિન્ન ડાન્સ પર્ફોર્મન્સિસ-‘નાટ્યરત્ન’ અને નવી રજૂઆત ‘શિવોહમ’ દ્વારા એકેડમીના 25 વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં હતી. ‘પોએટ્રી ઓફ ડાન્સ’ ચેરિટિ શોનું રોજ રોજ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષના ક્લાસિકલ અને ફોક પ્રોડક્શન નાટ્યરત્નની શરૂઆત ગણેશ સ્તુતિ સાથે કરવામાં આવી હતી, જેમાં વિઘ્નહર્તા ભગવાન ગણેશની આરાધના કરતું નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નાટ્યરત્ન લાગણીઓ પ્રદર્શિત કરતાં કાવ્યાત્મકથી લઇને ઉત્કટ, આનંદથી લઇને આધ્યાત્મિક બાબતો દર્શાવતો ટૂંકો ડાન્સ છે, જે સિગ્નેચર નાટ્યસંગ્રહ છે. શિવોહમ ભગવાન શિવનું કાવ્ય છે, જેઓ નટરાજ તરીકે ઓળખાય છે અને તેમનું નૃત્ય બ્રમ્હાંડને સંતુલિત રાખે છે. આ શોમાં ભરતનાટ્યમની કલાત્મક અભિવ્યક્તિની સાથે-સાથે 12 જ્યોતિર્લિંગની વાર્તાઓનું જીવંત વર્ણન કરવામાં આવ્યું હતું તથા સમાજને મહત્વપૂર્ણ સામાજિક સંદેશો પણ પાઠવવામાં આવ્યું હતું.
‘ધ પોએટ્રી ઓફ ડાન્સ’ આ ચેરિટિ શો માટે ભંડોળનો પ્રાથમિક સ્રોત સ્પોન્સર્સ હતું. નાના અથવા મોટા યોગદાનથી સુવિધાઓમાં સુધારો કરી શકાય છે, પ્રતિભાશાળી ક્લાસિકલ ડાન્સર્સને આર્થિક સ્વતંત્રતા મળે છે અને પરિણામે કલા અને સંસ્કૃતિને જીવંત રાખવામાં તથા તેનું ગૌરવ જાળવવામાં મદદ મળે છે. પ્રાપ્ત થયેલાં યોગદાન ભાગ લેનારા ડાન્સર્સને જાય છે. આ ઉપરાંત બીજી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ તેમની સહભાગીતામાં મદદરૂપ બનવા ભંડોળનો ઉપયોગ થાય છે કે જ્યાં સરકારી ભંડોળની જોગવાઇ હોતી નથી. આ ચેરિટિ શોમાં 6 થી 50 વર્ષ સુધીના 215 વિદ્યાર્થીઓ/ડાન્સર્સ એ ભાગ લીધો હતો.