નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં આઈઆઈટી બોમ્બેના ૫૬માં દિક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી અને એન્જિનિયરીંગમાં અભ્યાસ પૂર્ણ કરી ચુકેલા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ ગાળા દરમિયાન તેઓએ આઈઆઈટી બોમ્બેમાં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે આઈઆઈટીના વિદ્યાર્થીઓને સફળ થવા માટે કેટલાક પાસા ઉપર આગળ વધવાની જરૂર છે. વડાપ્રધાને આઈઆઈટીને ન્યુ ઈન્ડિયા માટે આધારસ્તંભ તરીકે ગણાવીને જણાવ્યું હતું કે તે ઈન્ડિયન ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રાન્સફોર્મેશન તરીકે છે. કેમ્પસમાં ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ તેમજ સેન્ટર ઓફ એન્વાયરમેન્ટલ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગની નવી ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાને કહ્યું હતું કે અહીંથી નિકળ્યા બાદ હવે મુખ્ય પરીક્ષા થનાર છે. આના માટે તેઓ તમામને શુભકામના આપે છે. આઈઆઈટીમાં વિદ્યાર્થીઓને સફળતા માટે મંત્ર આપતા મોદીએ કહ્યું હતું કે અસફળતાની ગૂંચવણને મનમાંથી કાઢી નાખવાની જરૂર છે અને અનુભવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ પ્રકારની દુવિધા હંમેશા કુશળતાને બાંધી નાખે છે. વડાપ્રધાને કહ્યું હતું કે માત્ર મહત્વકાંક્ષા હોવાની બાબત પુરતી નથી. લક્ષ્ય પણ સ્પષ્ટ રહે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે ઈઝ ઓફ લિવીંગ એટલે કે જીવનને સરળ કરવાના લક્ષ્યને સાથે લઈને ચાલવાની જરૂર છે. આના માટે સરકાર તમામની સાથે છે. વડાપ્રધાને કહ્યું હતું કે આઈઆઈટી મુંબઈની આ ગોલ્ડન જ્યુબિલી વર્ષની ઉજવણી છે. દેશને આઈઆઈટી ઉપર ગર્વ છે. દુનિયામાં ભારતના બ્રાન્ડ તરીકે પણ આને જાવામાં આવે છે. આઈઆઈટીના વિદ્યાર્થી ભારતની વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે જે અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે. આઈઆઈટીને આધુનિક ભારત માટે બ્રાન્ડ ગણાવીને મોદીએ કહ્યું હતું કે આજે ભારત દુનિયામાં આઈઆઈટીના મોટા હબ તરીકે છે. આઈઆઈટીને દુનિયા સ્ટાર્ટઅપના નર્સરીના ક્ષેત્ર તરીકે જુએ છે. આઈઆઈટીમાંથી નીકળેલા લોકોએ અનેક મોટા સફળ સ્ટાર્ટઅપ શરૂ કર્યા છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા સ્કીમની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા શરૂ કરવામાં આવ્યા બાદ ભારત આજે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે છે. ઈનોવેશન ઈન્ડેક્સ રેન્કીંગમાં સતત સુધારો થઈ રહ્યો છે. ભારત સ્ટાર્ટઅપના હબ તરીકે ઉભરી રહ્યું છે. આના માટે ઈનોવેશન મુખ્ય રીતે જવાબદાર છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશને ઈનોવેશનના આકર્ષક સ્થળ તરીકે વિકસિત કરવાની બાબત મહત્વપૂર્ણ છે. જે માત્ર સરકારના પ્રયાસથી શક્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશને ઈનોવેશનના આકર્ષક કેન્દ્ર તરીકે વિકસીત કરવું છે તો માત્ર સરકારના પ્રયાસો પુરતા રહેશે નહીં. આવા કેમ્પસથી યુવાઓના શાનદાર દિમાગથી આ બાબત શક્ય બનશે. ઈનોવેટ ઈન ઈન્ડિયા, ઈનોવેટ ઈન યુનિલિટીનો નારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઈઆઈટી એન્જિનિયરીંગ સંસ્થાઓ માટે પ્રેરણા સમાન છે. આમાંથી પ્રેરણા લઈને દેશભરના તમામ એન્જિનિયરીંગ સંસ્થાઓ ખુલી છે.
દેશના કેમ્પસમાં દર વર્ષે સાત લાખ એન્જિનિયર તૈયાર થાય છે પરંતુ આમાંથી કેટલાક માત્ર ડિગ્રી લઈને નીકળે છે. તેમનામાં સ્કીલનો અભાવ હોય છે. શિક્ષકોને તેઓ અપીલ કરવા માંગે છે કે એન્જિનિયરીંગની ગુણવત્તા વધે તે જરૂરી છે. સરકાર પણ આ દિશામાં પ્રયાસ કરી રહી છે.