પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.
પ્રધાનમંત્રી હિમાલયના ખોળામાં વસેલા દેહરાદૂનના મેદાનમાં હજારો સ્વયંસેવકોની સાથે યોગ અભ્યાસમાં ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે સમગ્ર વિશ્વમાં યોગ સાથે જોડાયેલા અનેક આયોજન કરવામાં આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવા માટે નો શારીરિક અભ્યાસ નથી. તે સ્વાસ્થ્ય ખાતરીનો પાસપોર્ટ છે, તંદુરસ્તી અને આરોગ્યની ચાવી છે. આ માત્ર સવારમાં કરવામાં આવતો શારીરિક અભ્યાસ નથી, પરિશ્રમ અને સંપૂર્ણ જાગૃતતાની સાથે કરવામાં આવતી દૈનિક ગતિવિધિયો પણ યોગનો પ્રકાર છે. અસંયમના વિશ્વમાં યોગ નિયંત્રણ અને સંયમનો વિશ્વાસ છે, માનસિક તણાવમાંથી પસાર થઇ રહેલી દુનિયામાં શાંતિ પ્રદાન કરે છે. વિચલિત વિશ્વમાં યોગ ધ્યાનમાં મદદ કરે છે, ભયના વિશ્વમાં યોગ, આશા, શક્તિ અને સાહસનો વિશ્વાસ અપાવે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં નવી દિલ્હીના રાજપથ ખાતે, ૨૦૧૬માં ચેદીગઢના કેપીટલ કોમ્પલેક્ષ ખાતે અ ૨૦૧૭માં લખનઉના રમાબાઈ આંબેડકર સભા સ્થળ પર આયોજિત યોગ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.