અમરાઇવાડી વિધાનસભાના ભાજપ કાર્યકર્તા તેજેન્દ્ર જુંગીભાઈ ચૌહાને પીએમ મોદીનો રોડ શૉ માટે કરી ખાસ વ્યવસ્થા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઓપરેશન સિંદૂર પછી પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખતે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે તૈયારીઓ કરાઇ હતી. અને અમદાવાદ એરપોર્ટ થી રાજભવન સુધીના રોડને સજાવવામાં પણ આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યૂ હતું ત્યારે તેમના સ્વાગતના ભાગરૂપે ભવ્ય તૈયારીઓ પણ કરવામાં આવી હતી વડાપ્રધાનને આવકારતાં હોર્ડિંગ્સ-બેનર ઠેર ઠેર લગાવવામાં આવ્યા હતા. તેમજ લોકો માટે બસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યારે અમરાઇવાડી વિધાનસભાના સભ્ય કાર્યકર્તા તેજેન્દ્ર જુંગીભાઈ ચૌહાને વડાપ્રધાનના રોડ શોને લઈને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત પોતાના માદરે વતન ગુજરાત પધારી રહ્યા છે ત્યારે વડાપ્રધાનને જોવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Share This Article