વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ખેડુતોને વધુને વધુ લાભ પહોંચાડવા માટે સક્રિય અને ગંભીર દેખાઇ રહી છે. ખેડુતોની આવક બે ગણી કરવાની દિશામા પણ પહેલ કરવામાં આવી રહી છે. આ જ દિશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડુતોના હિતમાં એકપછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. જેનો લાભ ધીમી ગતિથી પરંતુ સ્થિર રીતે મળવાની શરૂઆત થઇ ચુકી છે. આવનાર સમયમાં ખેડુતોની સ્થિતી ચોક્કસપણે મજબુત થનાર છે. આવી જ એક સ્કીમ મોદી દ્વારા જાહેર કરવામાં આવી છે. પીએમ કિસાન નિધી યોજના શરૂ કરવામાં આવ્યા બાદ તેની પ્રશંસા થઇ રહી છે. આ સ્કીમથી ખેડુતો વધારે મજબુત થશે અને તેમને લાભ સીધી રીતે આપી શકાશે. પીએમ કિસાન દ્વારા ખેડુતોને સબસિડી સીધી રીતે આપી દેવા માટેની નીંવ મુકી દેવામાં આવી છે.
જે હજુ સુધી કેટલાક કારણોસર કેટલાક રાજ્યોમાં અપેક્ષા મુજબ સફળ નથી. પીએમ કિસાનની સફળતા સરકારની સીધી ખેડુતો સુધી પહોંચને પણ મજબુત બનાવી શકે છે. સરકાર ખેડુતો સાથે સીધી રીતે જોડાઇ જશે. દિલ્હી અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક રાજ્યો પોતાના અન્ય મુદ્દા પર વિરોધના કારણે ખેડુતોને લાભથી વંચિત રાખી રહ્યા છે. યોજનાને લઇને રાજ્યો વચ્ચે તેમના દેખાવ મામલે ખુબ અંતર છે. બિહારમાં તો હજુ સુધી માત્ર ૭.૮ ટકા ખેડુતોને જ આના લાભ મળી શક્યા છે. બીજી બાજુ પંજાબ પ્રથમ હત્તાની રકમ હજુ સુધી ૧૩ લાખ ખેડુતોને જ મળી શકી છે. જ્યારે અહીં સ્થિતી અલગ છે. અહીં કૃષિ ગણતરી અને સીમાંત ખેડુતોની સંખ્યા માત્ર ૩.૬ લાખ જેટલી જ થાય છે. મોદી સરકાર-૧ના વચગાળાના બજેટમાં ખેડુતો માટે શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. અરૂણ જેટલી એ વખતે રજા પર હતા ત્યારે તેમની જગ્યાએ નાણાં પ્રધાન તરીકે પિયુશ ગોયલે વચગાળાનુ બજેટ રજૂ કર્યુ હતુ. આમાં તેઓએ એક નવી યોજના-પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીની જાહેરાત કરી હતી. જે હેઠળ એવા નાના અને સીમાંત ખેડુતોને વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેમની પાસે બે હેક્ટરમાં ખેતી છે.
આ યોજના ગઇ તારીખ એટલે કે ડિસેમ્બર પહેલી ૨૦૧૮ના દિવસથી અમલી કરી દેવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૧૮૦૧૯ માટે સુધારેલા અંદાજ મુજબ યોજના માટે ૨૦ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. મોટા ભાગની તમામ યોજનાઓ કરતા જુદી આ યોજના માટે ફંડ કેન્દ્ર સરકાર દ્વારા જ આપવામાં આવે છે. રાજય સરકારોને આ યોજનામાં કોઇ નાણાં આપવાના નથી. યોજનાથી સાંસદ, ધારાસભ્ય, મેયર, આવકવેરા દાતા અને સેવારત તેમજ સરકારી નિવૃત કર્મચારીઓને દુર રાખવામાં આવ્યા છે. દેશમાં ખેડુતોની પાકી સંખ્યા અંગે માહિતી નથી. કૃષિ ગણતરીમાં પૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે કૃષિ ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવતી જમીનની ગણતરી કરવામાં આવે છે. આમાં ટાઇટલનુ ધ્યાન રાખવામાં આવતુ નથી. આ પ્રકારની ગણનામાં આપવામા આવતી પરિચાલન સ્વામિત્વની સંખ્યા શક્ય છે કે રાજસ્વ અભિલેખી પર આધારિત ભૂ-સ્વામિયોની સંખ્યા જાહેર ન કરવા માટે કહેવામાં આવ્યુ છે.
વર્ષ ૨૦૧૫-૧૬માં કરવામાં આવેલી કૃષિ ગણના દર્શાવે છે કે દેશમાં લઘુ અને સીમાંત ખેડુતોની સંખ્યા ૧૨.૫ કરોડ જેટલી હતી. યોજનાની જાહેરાત થયા બાદ કેટલાક રાજ્યોને પીએમ કિસાન હેઠળ એસએમએફ લાભાર્થીઓની ઓળખ કરવાની શરૂઆત કરી હતી. વડાપ્રધાને યોજનાની શરૂઆત ઔપચારિક રીતે ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ગૌરખ પુર ખાતે કરી હતી. સાથે સાથે ૨૦૦૦ રૂપિયાની પ્રથમ હપ્તાની રકમ ખેડુતોના ખાતામાં સીધી રીતે તરત જ જમા કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન પહેલા માર્ચ ૨૦૧૯ સુધી આશરે ત્રણ કરોડ ખેડુતોને ૬૦૦૦ રૂપિયા મળી ચુક્યા હતા. ઉત્તરપ્રદેશમાં જ એક કરોડ ખેડુતોના ખાતામાં આ રકમ જમા કરવામાં આવી હતી. મોદી સરકાર-૨ની પ્રથમ કેબિનેટ બેઠકમાંજ યોજનાની હદને વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આનો લાભ બે હેક્ટરથી વધારે જમીનવાળા ખેડુતોને પણ આપવામાં આવ્યો હતો. આવા ખેડુતોની સંખ્યા આશરે બે કરોડ રહી છે. હવે ૧૫મી જુલાઇ ૨૦૧૯ સુધી ૩.૯૭ કરોડ ખેડુતો હપ્તાની પ્રથમ રકમ મેળવી ચુક્યા છે. આંકડા પૈકી આ માત્ર ૩૨ ટકાની આસપાસ છે. જ્યારે આશરે ૩.૧૫ કરોડ ખેડુતોને બીજી હપ્તાની રકમ પણ પહોંચી ચુકી છે.
યોજના શરૂ થયાને પાંચ મહિનાનો ગાળા થયો છે. પરંતુ રાજ્યો દ્વારા માત્ર ૪.૯૫ કરોડ ખેડુતોના આંકડા જ હજુ સુધી આપ્યા છે. અલગ અલગ કેટલા અને નાના અને સીમાંત ખેડુતોને લાભ થયો છે તે અંગે આંકડા હજુ સુધી મળ્યા નથી પરંતુ માની લઇએ કે પ્રથમ હપ્તાની રકમ મેળવી લેનારમાં તમામ ૩.૯૭ કરોડ લાભાર્થી જ રહેશે. કારણ કે મોટા ખેડુતોને સામેલ કરવાની જાહેરાત પહેલા થઇ હતી પરંતુ તેમનો સમાવેશ નવી સરકારની રચના બાદ કરાયો છે. ખાદ્ય સબસિડીની ચુકવણી જે રીતે સરકાર ખાદ્ય કંપનીઓને કરે છે તેવી જ રીતે આ સ્કીમ કામ કરે છે. સબસિડીના સ્થાન પર ખેડુતોની આવક વધારી દેવા માટેની પીએમ કિસાન નિધી યોજનાને વધારે સફળ બનાવવા માટે સરકારને રાજકીય રીતે સર્વસંમતિ બનાવવી પડશે. આના માટે વિપક્ષને માન આપવાની જરૂર છે. પીએમ કિસાનના કારણે મજબુત આધારશીલા મુકવામાં આવી છે. પરંતુ સફળતા એકલા કેન્દ્રના લીધે મળશે નહીં.