વિશ્વના સૌથી વિશાળ સ્વતંત્ર લોન્જ નેટવર્ક પ્લાઝા પ્રિમિયમ લોન્જે સહર્ષ અમદાવાદ ખાતેના તેના પ્લાઝા પ્રિમિયમ લોન્જના પ્રારંભની ઘોષણા કરી છે. ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટસમાંનું એક એરપોર્ટ ધરાવતું અમદાવાદ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે.
આ ભવ્ય ઉદઘાટન સમારંભનો પ્રારંભ પરંપરાગત રીતે ‘તિલક’ વિધિ કરીને અને સાથે ‘ગણેશ વંદના’ સાથે ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરીને કરાયો હતો. નવી લોન્જનું ઉદઘાટન રિબન કાપીને કરાયા પછી ગુજરાતના લોકનૃત્ય ગરબા સાથે કરાયું હતું. સમગ્ર લોન્જનો માહોલ ભારતીય પરંપરાઓ અને રિતરિવાજ સાથેનો જોવા મળ્યો હતો. આ પ્રસંગે પ્લાઝા પ્રિમિયમ ગ્રૂપના સ્થાપક અને સીઈઓ સોંગ હોઈ-સી તથા અમદાવાદના એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગલ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના એરપોર્ટ ડિરેક્ટર મનોજ ગંગલે કહ્યું હતું, ‘એસવીપીઆઈ એરપોર્ટ એ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેરનું એરપોર્ટ છે જ્યાં ડોમેસ્ટિક પીએએક્સ અને ઈન્ટરનેશનલ પીએએક્સ ટ્રાન્ઝિટ ભારત અને વિદેશના વિવિધ સ્થળે જોવા મળે છે. ગ્લોબલ બ્રાન્ડ જેમકે પ્લાઝા પ્રિમિયમ અમારા ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પીએએક્સને ઘર જેવો માહોલ આપશે.’
પ્લાઝા પ્રિમિયમ ગ્રૂપના સ્થાપક અને સીઈઓ સોંગ હોઈ-સીએ કહ્યું હતું, ‘ભારતમાં અમારા 15મા લોકેશન સાથે અમે બેંગલુરુ, નવી દિલ્હી અને હૈદરાબાદ સહિતના ચાર મોટા શહેરોમાં કાર્યરત છીએ. ભારત અમારા ગ્રૂપ માટે મહત્વનું માર્કેટ છે અને અમે અમદાવાદ એરપોર્ટ ખાતે વર્લ્ડ ક્લાસ એરપોર્ટ હોસ્પિટલિટી આપવા આતુર છીએ.’
વ્યૂહાત્મક રીતે લેવલ 1 પર સ્થિત અને ગેટ નં. 3 સામે, ઈન્ટરનેશનલ ડિપાર્ચર, ટર્મિનલ – 2માં સ્થિત પ્લાઝા પ્રિમિયમ લોન્જ અમદાવાદ 2131 સ્ક્વેર ફીટમાં વિસ્તરીત છે જેમાં 65 મહેમાનોને બેસવાની સુવિધા છે. વધુમાં અહીં વાઈ-ફાઈ, ચાર્જિંગ સ્ટેશન અને ઈન્ટરનેશનલ અખબારો અને મેગેઝિન્સ મળી રહેશે તેમજ આ નવી લોન્જ દેશી વિદેશી સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઉપલબ્ધ કરાવે છે, આ સાથે પાવર શાવર તથા સીટેડ મસાજ ચેર મહેમાનોને રિફ્રેશ થવા અને રિલેક્સ થવા માટે ટેક ઓફ અગાઉ અને ટ્રાન્ઝીટ વખતે સુવિધા આપશે.
અમદાવાદ એરપોર્ટના સિનિયર મેનેજર (કમર્શિયલ) ડી કે સિંઘે કહ્યું હતું, ‘મારા વિભાગનો હેતુ એરપોર્ટ સેવાઓ અને પ્રવાસીઓ વચ્ચે એક કડી બનવાનો અને એ રીતે એરપોર્ટસ પર વિશ્વકક્ષાની અનુકૂળતા તથા અનુભવ આપવાનો છે.’
પ્લાઝા પ્રિમિયમ ગ્રૂપના રિજિયનલ મેનેજર મોહન લિમ્બુએ કહ્યું હતું, ‘પ્લાઝા પ્રિમિયમ લોન્જ હંમેશા પ્રવાસીઓને પ્રાથમિકતા આપે છે કે જેઓ સફર દરમિયાન એરપોર્ટ પર આરામ અને અનુકૂળતા ઈચ્છતા હોય છે. અમદાવાદ ઘણા લાંબા સમયથી અમારી પસંદગીમાં હતુ અને અમને ખૂબ ખુશી છે કે અમને અહીં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’
પ્રવાસીઓ માટે તેમના લોન્જ એક્સ્પિરિયન્સ માટે પ્રી-બુકિંગનો વિકલ્પ વેબસાઈટ પર ઉપલબ્ધ છે જેમાં તેઓને રૂ. 1800 (25 ડોલર)માં બેથી પાંચ કલાકનો વિકલ્પ મળે છે. વધુમાં પ્લાઝા પ્રિમિયમ લોન્જ કે જેમાં ગ્રૂપ દ્વારા હંમેશા વીઆઈપી મીટ એન્ડ ગ્રીટ સર્વિસનું આયોજન પણ કરાય છે જેથી એન્ડ ટુ એન્ડ સરળ અનુભવ આપી શકાય.