ગોડ બ્લેસ ફોઉન્ડેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાથીજણ ખાતે દ્વારકેશ પાર્ક સોસાયટીના સહયોગથી વૃક્ષારોપણ કાર્યકમ યોજવામાં આવ્યું હતું જેમાં સોસાયટી ના વૃધો, સોસાયટી ના પુરુષો, મહિલાઓં અને નાના ભૂલકાઓ એ પણ વૃક્ષારોપણ કરવામાં સહભાગી બન્યા હતા. વૃક્ષારોપણ કર્યા સૌએ પ્રણ લીધા કે હવે સોસાયટીના રહીશો એ જે પણ છોડ રોપ્યા છે તેનું જતન કરશે.
કાર્યક્રમમાં બડોદરા ગામના સરપંચ શ્રી જગદીશભાઈ તથા સોશ્યલ વર્કર શ્રી ભુપેન્દ્રભાઈ તેમજ સોસાયટીના ચેરમેન મહેશભાઈ પંચાલ અન્ય સભ્યો શ્રી પ્રવિણસિંહ, કનુસિંહ અને રાજુભાઈ વર્મા ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન 23 જૂન, રવિવારે સવારે 7 થી 10 કલાકે કરવામાં આવ્યું જેમાં 200 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું, ત્યારબાદ ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી દિપક હડકર દ્વારા પર્યાવરણ બચાવો વિષય પર જરૂરી બાબતોની માહિતી પુરી પાડવામા આવી હતી એમાં પર્યાવરણને લગતા અમુક પ્રશ્નોનો ઉકેલ જેમ કે હાલમાં લુપ્ત થતા પક્ષીઓ ની માવજત વધુ વૃક્ષો વાવવાથી જ થશે ને પાણીનું ધોવાણ પણ અટકાવવા માટે વૃક્ષો ઉછેરવાં જરૂરી છે.
સામાન્ય રીતે દર ચોમાસામાં મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ એ લોકો છોડને જતન કરવાનું ભૂલી જાય છે, જેના કારણે વૃક્ષારોપણનું હેતુ સિદ્ધ થતું નથી આવી સ્થિતિમાં 200 જેટલા વૃક્ષારોપણ કાર્ય પછી તેમનું જતન કરવાની જવાબદારી સ્વીકારી છે.