વિશ્વ પર્યાવરણ દિવસ 2022 પર Clear Premium Water દ્વારા વૃક્ષારોપણની પહેલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આ વિશ્વ પર્યાવરણ દિવસ પર, Clear Premium Water ની ટીમ અનસ્ટોપેબલ એ ગાંધીનગરના પુનિતવન ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ આયોજિત કર્યૂં હતું. આ વૃક્ષારોપણ અને ‘એ સ્ટેપ ટુવર્ડ્સ ક્લિયર દુનિયા’ નામના જાગૃત અભિયાનમાં Clear Premium Water ના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, નયન શાહ, અને તેમની ટીમના 60 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ અભિયાન તેમનું મધર નેચર પ્રત્યેનું યોગદાન હતું.       

નયન શાહ એ જણાવ્યું “સસ્ટૈનેબલ ટૂમોરો તરફ આ એક ખૂબ જ સરળ પહેલ છે, અને અમે માનીએ છીએ કે આવા નાના પગલાં અમને વધુ સારું ભવિષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો આપણે બધા આવી પહેલ માટે વારંવાર ભેગા થઈએ, તો મને ખાતરી છે કે અમે નોંધપાત્ર તફાવત લાવી શકીશું.”

“અમારી TeamUnstoppable at Clear Premium Water, ભવિષ્ય માટે હરિયાળી અને સુરક્ષિત વાતાવરણની શરૂઆત કરવા આતુર છે. આ પહેલનો પ્રાથમિક હેતુ જાગૃકતા પૈદા કરવાનો અને આવતીકાલ માટે સુખશમ અને સુરક્ષિત પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે.”   

Share This Article