બ્રિટનના લંડનમાં સ્થિતિ પટનાયક પરિવારની 9 વર્ષની ધોરણ 4માં અભ્યાસ કરતી દીકરી અદિતી બિભૂતિ પટનાયકે સનાતન ધર્મના પ્રતિક સમા વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ માટે પોતાની પિંગી બેંક દાનમાં આપી છે. નાનકડી 9 વર્ષની અદિતીની લાગણીને ધ્યાન લઈ પ્રમુખ આર.પી.પટેલે પિંગી બેંકનું દાન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું છે કે લોકો કરોડો રૂપિયાનું દાન કરે પણ મુળભુત ઓડિસાના વતની હાલમાં લંડન રહેતા અદિતી પટનાયકે પોતાની પિંગી બેંક દાનમાં આપી છે એ ખૂબ મોટી વાત છે.
