અમદાવાદ: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે મંગળવારથી શરૂ થયેલા ફાર્મા ટેક એક્સ્પો અને લેબ ટેક એક્સ્પો 2019 ને સારો પ્રતિસાદ સાંપડયો છે .ત્રણ દિવસ ચાલનારા આ એક્સપોમાં 300થી વધુ એકઝીબીટર જોડાયા છે.
રાજયના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલર ઓથોરીટી-એફડીસીએના કમિશનર એચ જી કોશિયાએ ફાર્માટેક એક્સ્પો અને લેબ ટેક એક્સ્પો 2019ને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દવા ઉત્પાદકોની દવાની ગુણવત્તા સૌથી સારી રહી છે, હવે જીએસટીને પગલે અન્ય રાજયમાં ગયેલા ફાર્મા યુનિટસે પણ રાજયમાં કામ શરુ કરી દીધા છે, રાજયમાં વધુ 300 જેટલા નવા યુનિટ સ્થાપાવાની દિશામાં કામગીરી થઇ રહી છે. રાજયનો ફાર્મા ઉદ્યોગ જે એક સમયે ઘટીને 25-28 ટકા થયો હતો તે હાલમાં વધીને 33 ટકા થયો છે. જે હાલમાં નવા પ્લાન્ટ અને રોકાણને પગલે 40 ટકાને આંબી જશે. તેજ રીતે રાજયમાં મશીનરી ઉદ્યોગ પણ હાલમાં દેશમાં ઉત્પાદિત મશીનરીનો 40 ટકા જેટલો માતબર હિસ્સો ધરાવે છે, તેમાં પણ વિસ્તરણને પગલે મોટે પાયે વધારો થાય તેમ છે.
ફાર્મા ટેક એક્સ્પોના આયોજનમાં ઇન્ડો આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પણ જોડાઇ છે. ઇથોપિયાના કોન્સુલ જનરલ Demeke Atnafu Ambulo,જણાવ્યું હતું કે, ઇથોપિયન ડેવલપમેન્ટ બેંક અઁહી રોકાણ કરનારાને ઇન્સેન્ટીવ આપી રહી છે.અને ઇથોપિયા પણ ટ્રેડિંગ નહીં પરંતુ ઇથોપિયામાં રોકાણ કરવા પર ફોકસ કરે છે. તે જોતાં ગુજરાતનાં ફાર્મા મશીનરી ઉત્પાદકો અને દવા ઉત્પાદકો માટે આખાય આફ્રિકા માટે વિપુલ તકો રહેલી છે.
ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન-ડીએમએમએના પ્રમુખ અમીતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ ટેકસ રાહતોને પગલે ઘટેલો હિસ્સો હવે જીએસટી ને પગલે અગાઉની નવી ઊંચાઈએ પહોંચે તેમ છે.તે જ રીતે અમદાવાદમાં લિક્વિડ લાઈન પેકેજિંગ લાઇન પકેજીગ લાઈન, ઇન્જેક્ટેબલ જેવી મશીનરી બની રહી છે.મશીનરીમાં પણ ફાર્માસ્યુટિકલ મશીનરી ક્ષેત્રે પણ ગુજરાતનો હિસ્સો 40% છે.
ફાર્માટેકનોલોજી ઇન્ડેક્ષ અને ફાર્મા અને લેબ ટેક એક્સપો ના ચેરમેન રમેશ શાહે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ તો કંઈ તેમની નવી મશીનરી પણ અમદાવાદ એક્સ્પોમાં લોન્ચ કરી છે આ ઉપરાંત 12 જેટલા આફ્રિકન દેશોમાં પણ નિકાસની તકો ઉત્પાદકોને મળશે સાથે ઇથોપિયા ના કાઉન્સિલ જનરલ ની હાજરી થકી આ દેશોમાં વ્યાપાર વધારશે.