સ્કાય ડાઇવિંગ માટે પરફેક્ટ સ્થળ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેને એડવેન્ચર પસંદ હોય છે. તેમની ટ્રીપ પણ એડવેન્ચરથી ભરપૂર હોય છે. તેમને મુખ્યત્વે તેવી જગ્યાઓ પસંદ પડે છે જ્યાં તેમને એડવેન્ચર કરવાની તક મળી રહે. એવી ઘણી જગ્યા છે જ્યાં તમે એડવેન્ચર કરી શકો. એડવેન્ચરમાં સૌથા પહેલુ નામ આવે છે સ્કાય ડાઇવિંગનું. સ્કાય ડાઇવિંગ કરવા માટે તમારે ભારતની બહાર જવાની જરૂર નથી. ભારતમાં જ એવા કેટલાંક સ્થળ છે, જ્યાં તમે આસાનીથી સ્કાય ડાઇવિંગની મજા માણી શકો છો.

  • મૈસુર, કર્ણાટક – મૈસુરમાં ચામુંડી હાઇટ્સ સ્કાય ડાઇવિંગ માટે પ્રખ્યાત છે. અહીં તમને પહેલા ટ્રેનિંગ આપવામાં આવે છે. બાદમાં 7 થી 9ની વચ્ચે સ્કાય ડાઇવિંગ કરવા દેવામાં આવે છે.
  • ડિસા, ગુજરાત – અહીં તમે વાદળી આકાશની નીચે સ્કાય ડાઇવિંગની મજા માણી શકો છો. સવારે 7 વાગ્યાથી તમે અહીં સ્કાય ડાઇવિંગ કરી શકો છો.
  • પોંડિચેરી, તામિલનાડુ- આ એક એવી જગ્યા છે, જ્યાં તમે ફક્ત સ્કાય ડાઇવિંગની મજા નહીં માણી શકો, અહીં તમે કુદરતની કલ્પનાનો સુંદર નજારો પણ માણી શકશો. 7 થી 9ની વચ્ચે અહીં સ્કાય ડાઇવિંગ કરવાની મજા આવે છે.
  • આમ્બે વેલી, મહારાષ્ટ્ર- આ જગ્યા મુંબઇ અને પૂણેના લોકો માટે સ્કાય ડાઇવિંગ કરવા માટેની બેસ્ટ જગ્યા છે. અહીં તમે 8 થી 10 વાગ્યા સુધી સ્કાય ડાઇવિંગ કરી શકો છો.

સ્કાય ડાઇવિંગ કરવા માટે ભારતમાં જ આ જગ્યાએ જઇને તમે તેની મજા માણી શકો છો. તેના માટે ભારતની બહાર જઇને સ્કાય ડાઇવિંગ કરવાની જરૂર નથી.

Share This Article