જમ્મુ કાશ્મીરની શ્રીનગરમાં લાલ ચૌક પર સુરતના લોકોએ ગરબા કર્યાં

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત : ઉત્તર ભારતમાં હાલ કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓ હિલ સ્ટેશનની બરફીલી વાદીઓમાં ફરવા નીકળી પડ્યા છે. ત્યારે સુરતીઓ પણ કાશ્મીર પહોંચ્યા છે. જ્યાં જમ્મુ કાશ્મીરના ફેમસ લાલ ચૌક પર સુરતી લાલાઓએ ભરપૂર મસ્તી કરી હતી. ગુજરાતીઓએ અહી ગરબા કર્યા હતા. આ વાયરલ વીડિયો લાલ ચોકનો છે. લાલ ચોક પર પહોંચેલા સુરતી લાલા કેટલા ખુશ છે તે આ વીડિયોમાં જાેવા મળી રહ્યું છે. કાશ્મીર પહોંચેલા સુરતીઓએ લાલ ચોક પર મન મૂકીને ગરબા કર્યા હતા. જમ્મુ કાશ્મીરના લાલચોક ઉપર સુરતના લોકો ગરબા રમ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. શિયાળાની સિઝનમાં લોકો હિલ સ્ટેશનમાં ફરવા જતા હોય છે.સુરતના લોકો પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા અને ત્યાંનો માહોલ જાેઈને લાલચોક ઉપર ખૂબ મસ્તી કરી હતી અને ગરબા પણ રમ્યા હતા.સુરતીઓ ના ગરબા રમતા વીડિયો વાયરલ થયા છે.જેની અંદર જાેઈ શકાય છે કે એ લોકો લાલ ચોક ઉપર કેટલા ખુશ છે.આ એજ લાલ ચોક છે જ્યાં અવાર નવાર આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને પત્થર બાજી ઘટનાઓ બનતી હતી

Share This Article