રાજ્યમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો આવ્યો છે. સોમવારે સવારે ૧૧.૪૧ વાગ્યે ૩.૨ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી ૨૮ કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે. અગાઉ નવ-દસ દિવસ પહેલા પણ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ આજે ફરી એક વખત કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવાા મળી રહ્યો છે. તે સમયે કચ્છમાં ૩.૭ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે કચ્છના દુધઈથી ૨૫ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. કચ્છમાં આંચકાના આગલા દિવસે મોડીરાતે સુરતમાં ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. રાત્રે ૧૨.૫૨ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે સુરતથી ૨૭ કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અગાઉ સાવરકુંડલા, કચ્છમાં પણ આવી ભૂકંપના આંચકા ચૂક્યા છે. લગભગ પંદરેક દિવસ અગાઉ કચ્છના ભચાઉમાં રાત્રે ૯ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૦ જણાઈ હતી. કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૪ કિ.મી દૂર હોવાનું પણ જાણવા મળ્યું હતું. જ્યારે તેના બીજી દિવસે ફરીવાર કચ્છમાં બપોરે ૧ વાગ્યાને ૪૫ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ૩.૦ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી ૧૯ કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું હતું. ૧૧મી જાન્યુઆરીએ સવારે ૧૦.૫૭ વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. ૨.૯ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા.