અમદાવાદઃ પેનાંગ કન્વેન્શલ એન્ડ એક્ઝિબિશન બ્યુરો (પીસીઈબી) દ્વારા અમદાવાદમાં તેના પ્રથમ સેલ્સ મિશનને ભારતમાં તેના બીજા પેનાંગ સેલ્સ મિશનના ભાગરૂપે લોન્ચ કરવામાં આવ્યું હતું.
પીસીઈબીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અશ્વિન ગુનાસેકરનની અધ્યક્ષતામા આ મિશનમાં પેનાંગ ડેલિગેશનના 12 પાર્ટનર્સ સામેલ છે, જેમાં હોટેલ્સ, ડેસ્ટિનેશન, મેનેજમેન્ટ કંપનીઓ, આકર્ષણો અને થીમ પાર્ક, પ્રોફેશનલ કોન્ફરન્સીસ ઓર્ગેનાઈઝર્સ, ઈવેન્ટ એક્સપર્ટ્સ તથા પીસીઈબીના સ્ટ્રેટેજિક એરલાઈન પાર્ટનર, મલેશિયા એરલાઈન્સ સામેલ છે.
7 જાન્યુઆરીએ ચેન્નઈમાં મિશનના પ્રારંભ પછી પેનાંગ ડેલિગેશન 11 જાન્યુઆરીએ મુંબઈમાં અને 14 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પેનાંગને પ્રમોટ કરવાના હેતુથી પોતાની સફર ચાલુ રાખશે અને પેનાંગને કોર્પોરેટ એન્ડ એસોસીએશન મીટિંગ્સ, કોન્ફરન્સીસ અને ઈન્સેટિવ્સ ઉપરાંત લિઝર ટ્રાવેલ માટે પસંદગીના સ્થળ તરીકે પ્રમોટ કરશે.
ભારતમાં પેનાંગની વધી રહેલી લોકપ્રિયતાને જોઈને પેનાંગ સેલ્સ મિશન ટુ ઈન્ડિયા ચાર શહેરોની મુલાકાત લેશે અને ભારતમાં બિઝનેસ ઈવેન્ટ્સ અને લિઝર ટ્રાવેલ્સ બાયર્સ સાથે બીટુબી એંગેજમેન્ટ સેશન યોજશે તેમજ આ સાથે સ્થાનિક ભારતીય અને બિઝનેસ ઈવેન્ટ્સ મીડિયા સાથે મીડિયા સેશન યોજશે.
પેનાંગના ટુરિઝમ ડેવલપમેન્ટ, હેરિટેજ, આર્ટ્સ એન્ડ કલ્ચરના સ્ટેટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર યેઓહ સૂન હીન નવી દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે જ્યાં તેઓ ભારતમાં ટુરિઝમ સત્તાધીશો અને અન્ય મહત્ત્વના લોકો સાથે અધિકૃત બેઠકો યોજશે.
તેમણે કહ્યું હતું કે આ મિશનમાં હોસ્પિટલિટી, ટ્રાવેલ અને ઈવેન્ટ્સ સેક્ટર્સમાં સામેલ પેનાંગની ઓફરિંગ્સ પણ સામેલ હશે અને તેમાં ભારતીય માર્કેટ માટે પેનાંગ શું ઓફર કરી શકે છે એ દર્શાવશે.
પેનાંગ એ વર્લ્ડ ક્લાસ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે જે મોડર્ન ઈન્ટરનેશનલ આઈલેન્ડ સિટી તરીકે પોતાની અનોખી ઓફરિંગ્સ માટે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ, રેઈન ફોરેસ્ટ્સ, સુંદર હિલ સ્ટેશન, શોપિંગ તથા સ્વાદિષ્ટ ફૂડ માટે જાણીતું છે. વધુમાં, આ નોર્ધર્ન મલેશિયન રાજ્ય હવે બિઝનેસ ઈવેન્ટ્સ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. હાલમાં, પેનાંગ આઈસીસીએ (ઈન્ટરનેશનલ કોંગ્રેસ એન્ડ કન્વેન્શન એસોસીએશન)માં મલેશિયાનું ટોચનું સેકન્ડ-ટીઅર ડેસ્ટિનેશન પણ બન્યું છે.
પીસીઈબીના ચીફ એક્ઝિક્યુટિવ અશ્વિન ગુનસેકરને કહ્યું હતું, ‘ભારત પેનાંગમાં બિઝનેસ ઈવેન્ટ્સ માટેના ટોચના પાંચ માર્કેટ્સમાંનું એક છે અને ગત વર્ષથી અમને ઈવેન્ટ પ્લાનર્સ અને કોન્ફરન્સ ઓર્ગેનાઈઝર્સ દ્વારા પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
2017માં, 13 ટકા જેટલી બિઝનેસ ઈવેન્ટ્સ એશિયા પેસિફિકમાંથી થઈ હતી તે ભારતમાંથી યોજાઈ હતી, જેમાં આરએમ 190 મિલ કે 46 મિલિયન ડોલર જેટલું યોગદાન 2018માં આપ્યું હતું. પેનાંગની સૌથી વિશાળ બિઝનેસ ઈવેન્ટ – વી કોન 2018 હતી જેમાં વિશ્વભરમાંથી 16000 જેટલા ડેલિગેટ્સ સામેલ થયા હતા જેમાં 80 ટકા ડેલિગેટ્સ ભારતમાંથી સામેલ હતા.
મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પેનાંગ હવાઈ સફર કરીને જતા હોય છે તેમની સંખ્યામાં પણ હાલના વર્ષોમાં વધારો થયો છે. પેનાંગ ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી નવેમ્બર 2018 દરમિયાનના ગાળામાં પેનાંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2017માં આવેલા 6569 ભારતીયોની તુલનામાં 7250 ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા. 10.37 % જેટલો વધારો આ સંખ્યામાં પેનાંગ અને ભારત વચ્ચે ડાઈરેક્ટ ફ્લાઈટ ન હોવા છતાં થયો છે.
ભારતીય મીટીંગ્સ અને કોન્ફરન્સ માર્કેટને વધુ આકર્ષવા માટે પીસીઈબી દ્વારા ભારત માટે ખાસ તૈયાર કરાયેલ નવા સપોર્ટ પેકેજને રજૂ કરવામાં આવ્યુ હતું. સપોર્ટ પેકેજીસ આરએમ 2000માં ઓર્ગેનાઈઝર્સ માટે સોવેનિયર્સ સ્પોન્સરશીપ અને વેલકમ લન્ચથી (જે 50થી 100 ડેલિગેટ્સની નિશ્ચિત મીટિંગ્સ/કોન્ફરન્સીસ માટે હોય છે)થી લઈને સાઈટ ઈન્સ્પેક્શન્સ, ઓર્ગેનાઈઝર્સ માટે વેલકમ લન્ચ, કલ્ચરલ પર્ફોર્મન્સીસ અને સોવેનીયર્સ આરએમ 15000 (501 કે તેથી વધુ ડેલિગેટ્સ માટે) ઉપલબ્ધ થાય છે.
ગત વર્ષે પેનાંગ સેલ્સ મિશન ટુ ઈન્ડિયાને મળેલા પ્રોત્સાહક મીડિયા કવરેજ બાદ પીસીઈબીએ બિઝનેસ ઈવેન્ટ્સ પેનાંગ મીડિયા એવોર્ડ્ ફોર ઈન્ડિયા 2019ની ઘોષણા પણ કરી હતી. એવોર્ડમાં – ચાર ફુલ એક્સપેન્સ પેઈડ ટ્રીપ કે જેમાં પાંચ દિવસ ચાર રાત્રી માટે ફ્લાઈટ્સથી લઈને પીસીઈબીના બી એટ પેનાંગ 2019 કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા સુધીની ઓફર સામેલ છે. આ સાથે 4થી 8 ડિસેમ્બર, 2019 મીડિયા ફેમિલિઅરાઈઝેશન ટુર દરમિયાન સામેલ છે.
જે પત્રકારો અને લેખકો આ એવોર્ડ મેળવવા આતુર છે તેમણે પેનાંગ સેલ્સ મિશન ટુ ઈન્ડિયા 2019 અંગેના ન્યુઝ કવરેજ કે પ્રકાશિત આર્ટિકલ્સ પીસીઈબીને 28 માર્ચ 2019 સુધીમાં સબમિટ કરવાના રહેશે. અંગ્રેજી સિવાયની ભાષામાં તેમનું લખાણ હોય તો તે અંગ્રેજી અનુવાદમાં આપવાનું રહેશે. નિર્ણાયકોની પેનલ દરેક શહેરમાંથી બેસ્ટ રિપોર્ટીંગ જજ કરશે અને એપ્રિલ 2019ના અંત સુધીમાં વિજેતાની ઘોષણા કરશે.
ગત વર્ષે, પીસીઈબીએ પેનાંગ ટુ ઈન્ડિયાના માર્કેટીંગ માટે મોટું રોકાણ કર્યું છે કેમકે ભારતીય માર્કેટમાં સંભવિત ગ્રોથ બહોળા પ્રમાણમાં છે. પેનાંગ સેલ્સ મિશન ટુ ઈન્ડિયા 2018 કે જેમાં પીસીઈબીના 17 પાર્ટનર્સ કોલકાતા, નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં રજૂ કરાયા હતા તેના ઉપરાંત પીસીઈબી 2018માં 8 શહેરોના રોડશોમાં ગ્લોબલ પેનોરમા શોકેસમાં પણ સામેલ થયું હતું.
પીસીઈબીને મલેશિયામાં તેની અગ્રણી ઈન્ડિયન ટ્રાવેલ પ્રોડક્ટ લાવવા ગ્લોબલ પેનોરોમ શોકેસના એડવીન એજ્યુકેશનલ પ્રોગ્રામ હોસ્ટ કરવાની તક મળી હતી. જેમાં પીસીઈબીએ 120 ઈન્ડિયન બાયર્સ ઈનેગ્યુરલ પેનાંગ ઈન્ટરનેશનલ ટ્રાવેલ એક્સચેન્જ (પીઆઈટીઈ) 2018 ખાતે 4 – 8 ડિસેમ્બર, 2018 દરમિયાન સામેલ કર્યા હતા.
પેનાંગ સેલ્સ મિશન ટુ ઈન્ડિયા 2018ના પાર્ટનર્સઃ
- પેનાંગ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન બ્યુરો
- અપોલો હોલીડેઝ મલેશિયા એસડીએનબીએચડી
- અપોલો એમઆઈસીઈ એસડીએનબીએચડી
- એશિયન ઓવરલેન્ડ સર્વિસીઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ
- ડેસ્ટીનેશન એક્સ્પ્લોર એસડીએનબીએચડી
- હોલીડેઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસડીએનબીએચડી
- હોટેલ ઈક્વાટોરિયલ પેનાંગ
- મલેશિયા એરલાઈન્સ
- સેતિયા સ્પાઈસ કન્વેન્શન સેન્ટર
- શાંગરી-લા રાસા સયાંગ રિસોર્ટ એન્ડ સ્પા
- પેનાંગ સ્કાય ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ એસડીએનબીએચડી
- ધ ટોપ પેનાંગ
- Vouk Hotel Management વોઉક હોટેલ મેનેજમેન્ટ
વધુ માહિતી માટે મુલાકાત લો : https://www.pceb.my/penangroadshow.php