અમદાવાદ: ડિઝાઈન, ફેશન, બિઝનેસ અને મિડિયામાં ભારતની અગ્રણી સંસ્થા પર્લ એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શહેરમાં ક્રિયેટિવ કરિયર કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. આ કોન્ક્લેવ ક્રિયેટિવ ફિલ્ડ્સમાં કારકિર્દી માટે ઉપલબ્ધ તકો અને અભ્યાસક્રમો પર ચર્ચાવિચારણા કરવા માટે ઈન્ટરએક્ટિવ મંચ પૂરું પાડે છે. પર્લ એકેડેમી બિઝનેસ ઓફ ફેશન દ્વારા વૈશ્વિક સ્તરે ટોપ 25 ફેશન સ્કૂલમાં ક્રમ પામનારી એકમાત્ર ભારતીય શૈક્ષણિક સંસ્થા છે અને લાગલગાટ 3 વર્ષ એસોચેમ દ્વારા બેસ્ટ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટનું બિરૂદ આપવામાં આવ્યું હોઈ તેણે વિવિધ ક્રિયેટિવ ડોમેન્સમાં ઉપલબ્ધ કારકિર્દીના પંથો ચર્ચાવિચારણાનું યોજન કર્યું હતું. પર્લ એકેડેમી મુંબઈ કેમ્પસના ડાયરેક્ટર રુચિતા વર્મા, ફેશન ડિઝાઈનર અરુણ લાકરા, ફેશન મેનેજમેન્ટ નિષ્ણાત નીરજ પોલ, સિનિયર જર્નલિસ્ટ કેતન ત્રિવેદી અને અમારા એલુમની હિમાની પંચાલ આ ચર્ચાવિચારણાનો ભાગ હતા.
પર્લ એકેડેમીએ શૈક્ષણિક વર્ષ 2018-19 માટે તેની પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રવેશ પરીક્ષા અમદાવાદમાં 28મી એપ્રિલે યોજાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23મી એપ્રિલ રહેશે. સંસ્થાએ હાલમાં જ મિડિયા અને કોમ્યુનિકેશન તથા એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગમાં નવા યુજી અને પીજી કોર્સ રજૂ કર્યા હતા અને આ નવા કોર્સ માટે ટ્યુશન ફી પર 50 ટકા મેરિટ સ્કોલરશિપ ચુનંદા વિદ્યાર્થીઓને મળશે. વિગતો પર્લ એકેડેમીની વેબસાઈટ પર મળશે.
આ વિશે વિશે બોલતાં પર્લ એકેડેમીના મુંબઈ કેમ્પસ ડાયરેક્ટર રુચિતા વર્માએ જણાવ્યું હતું કે પર્લ એકેડેમીના વિદ્યાર્થીઓ મોટી બ્રાન્ડ્સ અને સંસ્થાઓમાં હોટ ફેવરીટ છે. અમે વર્ષમાં આરંભમાં અમારા પ્લેસમેન્ટ સપ્તાહના આરંભમાં જ એસેન્ચરે રસ દાખવતાં અદભુત શરૂઆત થઈ હતી, જે પછી ઝારા, એચએન્ડએમ, ફ્યુચર ગ્રુપ, વોલ્ટ ડિઝની વગેરે જેવી કંપનીઓએ અત્યંત આકર્ષક પગાર ઓફર કર્યા હતા. અમારા વિદ્યાર્થીઓની આવી વિશ્વ કક્ષાની સંસ્થાઓ દ્વારા પસંદગી થઈ તે બદલ અમને ગૌરવની લાગણી થાય છે. ક્રિયેટિવ કરિયર કોન્ક્લેવ થકી અમે વિદ્યાર્થીઓ અને વાલીઓને ક્રિયાત્મક શિક્ષણ પછી ઉપલબ્ધ તકો વિશે વાકેફ કરવા માગીએ છીએ. અમારી પાસે આ પ્રદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને બહુ જ સારું કામ કરી રહ્યા છે.
પર્લ એકેડેમી મુંબઈમાંથી 2016માં ફેશન ડિઝાઈનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરનાર હિમાની પંચાલે અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગ સાથે તેના અભ્યાસમાં ઉત્તમ ગ્રેડ્સ હાંસલ કર્યા છે. તેને રિયા સેન દ્વારા સ્પેશિયલ જ્યુરી એવોર્ડ સહિત ફેકલ્ટી પાસેથી ઘણા બધા સન્માન પ્રાપ્ત થયા છે. તેણે પોતાનું ડિઝાઈનર લેબલ મેરાકી રજૂ કર્યું છે. મેરાકી એ બોલ્યા વિના તમે કોણ છો તે કહેવાની પદ્ધતિ છે. તેનો ધ્યેય મેરાકીને ભારતમાં ઉત્તમ આત્મીય ફેશન બ્રાન્ડ્સમાંથી એક તરીકે સ્થાપિત કરવાનો છે.