રાજ્ય સરકારે પાટીદાર અનામત બાબતે થયેલા તોફાનો સંદર્ભે તપાસ પંચ સમક્ષ કરવામાં આવનારી તમામ એફીડેવીટોને કોર્ટ ફી ભરવામાંથી મુક્તિ આપી છે.
આ સંદર્ભે કાયદા વિભાગના સંયુક્ત સચિવની યાદીમાં જણાવાયા અનુસાર રાજ્ય સરકારે આ અંગે એક ઠરાવ બહાર પાડ્યો છે. જેમાં દર્શાવાયા મુજબ અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનમાં યોજવામાં આવેલી પાટીદાર સભામાં થયેલા તોફાનો અને ત્યારબાદ રાજ્યના વિવિધ સ્થળોએ પાટીદાર અનામત બાબતે થયેલા તોફાનોના અનુસંધાનમાં નિવૃત ન્યાયાધીશ કે.એ.પુંજની અધ્યક્ષતામાં તપાસ પંચનું ગઠન કરવામાં આવ્યુ છે.
રાજ્ય સરકાર દ્વારા આ તપાસપંચ સમક્ષ કરવામાં આવનારી તમામ એફીડેવીટોને કોર્ટ ફી સ્ટેમ્પ ભરવામાંથી મુક્તિ આપવાનું ઠરાવવામાં આવ્યુ છે.