૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈનના બદલે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાટણ વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિની દ્વારા માતૃ-પિતૃ દિવસની ઉજવણી

પાટણ

પ્રેમનાં પ્રતિક રૂપે તા.૧૪ ફેબ્રઆરીના દીવસને વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દુર્ગા વાહીની દ્વારા માતૃ-પિતૃ દીવસ તરીકે શહેરની ગાંધી સુંદર લાલ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસની ઉજવણીમાં શાળાનાં બાળકો દ્વારા માતા પિતાનું પુજન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શાળાના બાળકોએ પોતાના માતા-પિતાને કુમકુમ તિલક કરી તેઓની આરતી ઉતારી માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણ જિલ્લા દુર્ગા વાહીની ઉપાધ્યક્ષ અવનીબેન પ્રજાપતિ અને દૂર્ગાવાહિની જિલ્લા સંયોજીકા અંશુ જાેશી સહિત ગાંધી સુંદરલાલ શાળાનાં આચાર્ય સહિતનો સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article