શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા યોજવામાં આવ્યો જીવનસાથી પસંદગી મેળો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદ ખાતે ૪૦માં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે યુવક-યુવતીઓની પરિચય પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

gujaratbhavsar samaj 1 e1546246552929

આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે  ગુરુજી શ્રી કિરણભાઇ નંદલાલ  ભાવસાર તથા હેમંતભાઇ ઇશ્વરલાલ  ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટય કરી ૪૦મા જીવનસાથી પસંદગી મેળાની  વિધિવત શરુઆત કરવામાં આવી હતી. આ સમારંભને સફળ બનાવવા માટે શ્રી ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ રમેશભાઇ વાડીલાલ  ભાવસાર, ઉપપ્રમુખ દિનેશભાઇ પી. ભાવસાર, મહામંત્રી કૌશિકભાઇ કે. ભાવસાર તથા કન્વીનર ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી.

bhavsarsmaj e1546246075702

આ ૪૦માં જીવનસાથી પસંદગી મેળામાં  ૪૦૦થી વધુ યુવકો અને ૧૦૦થી વધુ યુવતીઓએ ભાગ લીધો હતો.

Share This Article