* પરણીત યુગલ માટે સોનેરી સૂત્રો *
૧. એક પત્ની સૌથી વધુ અસલામતી વિશે ત્યારે જ વિચારે છે જયારે તેનાં પોતાનાં પતિનાં જીવનમાં બીજી કોઇ સ્ત્રીનો ઉમેરો થયો હોય જે પતિનાં પ્રેમ લાગણી અને ધ્યાનમાં ભાગ પડાવતી હોય.
૨. લગ્ન નામનું વૃક્ષ ત્યારે જ ફૂલે ફાલે છે જયારે યુગલ એક સાથે ટીમ બનીને કામ કરે… પતિ અને પત્ની બન્ને જયારે એવું નક્કી કરે કે મોટો સ્કોર કરવા કરતાં ભેગાં થઇને જીતવું વધારે સારું. સારું લગ્નજીવન એમ જ નથી બનતું એ પણ ખૂબ મહેનત માંગી લે છે.
૩. તમારાં બાળકો તમને જોઇ રહ્યાં છે અને આ દ્વારા તેમનાં મનમાં પ્રેમ, વચન અને લગ્ન વિશે કાયમી ધોરણે ઓપિનિયન બનતાં હોય છે. તેમને સારું લગ્નજીવન પોસીબલ છે તેવી એક આશા તમે જ આપી શકો.
૪. અપરિણીત લોકો પાસેથી લગ્નવિષયક સલાહ સુચન લેતાં પહેલાં સાવધાન પછી ભલેને તેમની સલાહ ખૂબ જ ગંભીર રીતે લેવાઇ હોય. તે થિયરોટીકલ હોઇ શકે. તેમની સલાહ વાસ્તવિક અનુભવના આધારે નથી હોતી. સાચે જ, જો તમારે સલાહ કે અભિપ્રાયની જરૂર હોય તો જે ઘડાયેલાં લોકો પક્ષપાત કર્યા વગર સલાહ આપી શકે તેમની સલાહ લો. તેમની સલાહ સમય દ્વારા પરિક્ષીત અને ટ્રાયલ એન્ડ એરર ઉપર સાચી ઠરે છે.
૫. તમારા પાર્ટનરને ટેકન ફોર ગ્રાંટેડ ન લેશો. તેનાં સારાપણાનો ગેરફાયદો ઉઠાવશો નહિં. તમારા પાર્ટનરની વફાદારી નિરાશા ન બને એ તમારે જોવું પડે. તમારા પાર્ટનરનાં ભરોસાનો ખોટો ઉપયોગ ન કરો. જોજો પાછળથી પસ્તાવો ન થાય કે તમે એવી વ્યક્તિને ગુમાવી છે, જે તમારા માટે ખૂબ મહત્વની હતી, પણ તેની મહત્વતા સમજતા વાર લાગી ગઇ.
૬. યુગલમાંથી કોઇપણ એક વ્યક્તિ સફળ લગ્નજીવન ન બનાવી શકે, જો બીજી વ્યક્તિ લગ્નજીવન તોડવા માટે કટિબધ્દ્વ હોય. લગ્નજીવન ત્યારે જ કામ કરે જયારે પતિ અને પત્ની બંને જણા ટીમ બનીને તેમનાં સફળ લગ્નજીવનને બાંધી શકે.
૭. તમારા પર તમારી આસપાસનાં લોકોનો ખૂબ જ પ્રભાવ હોય છે. તમારા લગ્નજીવનને તમારા મિત્રો જોડી પણ શકે છે અને તોડી પણ શકે છે. ખૂબ જ ડહાપણપૂર્વક પસંદગી કરો કે તમારે કોને મિત્ર બનાવવાં છે અને કોને નહિ.
૮. તમારા પાર્ટનર માટે રોજ પ્રાર્થના કરો – ત્રણેય ટાઇમ સવાર, બપોર, સાંજ. કોઇ સમસ્યા ઉદભવે પછી પ્રાર્થના કરશું તેવું ન કરો. કોઇ લફરાં ઉભાં થાય ત્યાં સુધી રાહ ન જુઓ. કંઇક ખરાબ થાય તેની સાથે ત્યાં સુધી રાહ ન જુઓ. તમારો પાર્ટનર ખોટી લોભામણી વાતોમા ફસાઇ જાય તેની રાહ ન જુઓ. તમારાં પાર્ટનર અને લગ્નજીવનને પ્રાર્થના રૂપી ઢાલથી રક્ષિત કરો.
૯. સફળ લગ્નજીવન માટે કોઇ મોટા બંગલાં કે પરફેકટ પાર્ટનર અને કરોડો રૂપિયા કે મોંઘી કારની જરૂર નથી. આ બધું હોવાં છતાં યુગલ શાંતિથી નથી જીવી શકતાં. સફળ લગ્નજીવન માટે પ્રામાણિકતા આમરણાંત વચન કટિબધ્દ્વતા નિ:સ્વાર્થ પ્રેમ અને વફાદારી જરૂરી છે.
૧૦. જયારે એક પતિ તેની પત્નીને બધી જ જગ્યાએ પ્રાથમિકતા આપીને રાખે છે, ત્યારે પત્નીને સલામતી તથા માનનો અનુભવ થાય છે. જેને દરેક પત્ની ઝંખે છે.
૧૧. પતિઓને બીજી સ્ત્રી કેમ વધારે આકર્ષક લાગે છે, કારણકે તેમનાં પુરૂષો તેમની વધારે સારી રીતે કાળજી લેતાં હોય છે. ઘાસ ત્યારે જ લીલોતરી સભર હોય છે; જયારે તેને પૂરતું પાણી પીવડાવાય. કાંટાળી તારની આડેથી લીલાં ઘાસની સામે જોયાં રહેવા કરતાં પોતાનાં ઘાસને પુરતાં પ્રમાણમાં પાણી પીવડાવી તેને લીલુંછમ રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. કોઇ પણ પુરૂષ સુંદર સ્ત્રીની પ્રશંસા કરે છે, પણ કોઇ સજ્જન જ પોતાની સ્ત્રીને પ્રશંસનીય અને સુંદર બનાવી શકે છે.
- હેમલ પંડ્યા રાવલ