નવીદિલ્હી
યુટ્યુબ પર સંસદ ટીવીનું એકાઉન્ટ યુટ્યુબના સમુદાય દિશાનિર્દેશોનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ યુટ્યુબ ચેનલ પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો છે કે, સંસદ ટીવીની ચેનલને હેક કરવામાં આવી હતી અને તેનું નામ ઇથેરિયમ રાખવામાં આવ્યું હતું જે એક ક્રિપ્ટોકરન્સી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મુદ્દો ગૂગલ સાથે ઉઠાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે, હેકિંગ જેવું કંઈક થયું છે. ગૂગલને ફરિયાદ કરવામાં આવી છે અને તેઓ તેની તપાસ કરી રહ્યા છે. સંસદ ટીવીની યુટ્યુબ ચેનલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનશોટ માં લખ્યું છે કે, ‘આ એકાઉન્ટને ર્રૂે્ેહ્વીના સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે અક્ષમ કરવામાં આવ્યું છે.’ જાેકે, તે જાણી શકાયું નથી કે, કઈ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અથવા કયા આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારે સવારે ચેનલ ખોલવા પર લખ્યું હતું કે, ‘આ પેજ ઉપલબ્ધ નથી. આ માટે માફી. બીજું કંઈક શોધવાનો પ્રયત્ન કરો.’ આ ઉપરાંત, ‘૪૦૪ એરર’ પણ દેખાડી રહી હતી. ર્રૂે્ેહ્વીની કોમ્યૂનીટી ગાઈડલાઈન અનુસાર, આ માર્ગદર્શિકા બધા વપરાશકર્તાઓ માટે અને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ તમામ પ્રકારની સામગ્રી માટે સમાન છે. આમાં વિડિયો, વીડિયો પરની ટિપ્પણીઓ, થંબનેલ્સ, લિંક્સ અને વર્ણનમાં જતી સામગ્રીનો સમાવેશ થાય છે. ર્રૂે્ેહ્વી પાસે મશીનરી અને મેન્યુઅલ ટીમનું સંયોજન છે. જે ર્રૂે્ેહ્વી દ્વારા ઉપરોક્ત તમામ માર્ગદર્શિકાઓને અમલમાં મૂકે છે અને તેનું નિરીક્ષણ કરે છે. પ્લેટફોર્મે સમુદાય માટે સલામત, મૈત્રીપૂર્ણ વાતાવરણની ખાતરી કરવા માટે આ માર્ગદર્શિકાનું લેઆઉટ તૈયાર કર્યું છે.યુટ્યુબે મંગળવારે સંસદ ટીવીની તે યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી. જે ચેનલ પર સંસદની મોટાભાગની કાર્યવાહી પ્રસારિત થાય છે. ખરેખર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ હેક કરવામાં આવી છે. તેથી જ યુટ્યુબે આ પગલું ભર્યું છે. સંસાદ ટેલિવિઝન એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ચેનલનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને ‘ઇથેરિયમ’ કરવામાં આવ્યું હતું જે એક ક્રિપ્ટોકરન્સી છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more